ભાસ્કર વિશેષ:ઉ.ગુ.યુનિવર્સિટીના યુવક મહોત્સવમાં મર્યાદિત સંખ્યા માટેએક કોલેજમાંથી હવે માત્ર 32 છાત્ર ભાગ લઈ શકશે

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો સૌથી મોટો શૈક્ષણિક ઉત્સવ એટલે કલ્પવૃક્ષ યુવક મહોત્સવ. જેમાં યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાંથી 1500થી વધારે વિદ્યાર્થીઓ અને 500થી વધુ સ્ટાફ કર્મચારીઓ ત્રણ દિવસ સુધી કેમ્પસમાં રોકાઈને 25 જેટલી ઇવેન્ટોમાં ભાગ લઈ મનોરંજન મેળવવાની સાથે પોતાનું કૌશલ્ય માટે પ્લેટફોર્મ મેળવી શકે છે. આ વર્ષે કલ્પવૃક્ષ-2025 યુવક મહોત્સવનું તા.8, 9 અને 10 જાન્યુઆરી એમ ત્રણ દિવસ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે છાત્રોનું રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. આગામી 15 ડિસેમ્બર સુધી રજીસ્ટ્રેશન થશે. આ વખતે ડિજિટલાઇઝેશનના ભાગરૂપે ઇઆરપી અંતર્ગત યુનિવર્સિટીના રમતગમત વિભાગ દ્વારા ઓફલાઈન રજિસ્ટ્રેશન બંધ રાખીને માત્ર ઓનલાઇન જ રજિસ્ટ્રેશન રાખવામાં આવ્યું છે. જેથી કોલેજોને હવે કેમ્પસમાં આવીને રજિસ્ટ્રેશન કરવાના બદલે કોલેજના સંચાલકોને આપવામાં આવેલા તેમના લોગીન અને આઈડી પાસવર્ડ દ્વારા કોલેજમાં બેઠાં બેઠાં જે છાત્રો જે ઇવેન્ટમાં ભાગ લેવા માંગે છે તેમનું રજીસ્ટ્રેશન કરી શકશે તેમ યુનિવર્સિટીના સૂત્રોએ જણાવ્યું હતું. મહોત્સવમાં 25 ઇવેન્ટો યોજાનાર છે
યુવક મહોત્સવમાં 25 જેટલી ઇવેન્ટો યોજાનાર છે. પરંતુ તમામ કોલેજોના વિદ્યાર્થીઓને લાભ મળી શકે અને મર્યાદિત સંખ્યા મહોત્સવમાં ભાગ લઈ શકે તેવા ઉદ્દેશથી યુનિવર્સિટી દ્વારા દરેક કોલેજોમાંથી 32 વિદ્યાર્થીઓની સંખ્યા નક્કી કરવામાં આવી છે. તેનાથી વધુ વિદ્યાર્થીઓ મહોત્સવમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે નહીં. આ વિદ્યાર્થીઓનો રજીસ્ટ્રેશન અને મહોત્સવમાં ભાગ લેવાનું નિ:શુલ્ક રખાયું છે. આ રજિસ્ટ્રેશન વિદ્યાર્થીઓને નહીં, પરંતુ કોલેજના સંચાલક, આચાર્ય દ્વારા ઓનલાઈન કરી શકશે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *