
Ahmedabad News : ગુજરાત અને રાજસ્થાનના પ્રખ્યાત ધાર્મિક સ્થળો તેમજ ST બસોમાં ભીડનો લાભ ઉઠાવીને કિંમતી ઘરેણાંની ચોરી કરતી કુખ્યાત ગેંગને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે. પોલીસે આ ટોળકી પાસેથી 11 લાખ રૂપિયાથી વધુની કિંમતના સોનાના દાગીના જપ્ત કર્યા છે. ઝડપાયેલા ચાર આરોપીઓમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
શ્રદ્ધાળુઓના ગળામાંથી ચેઈન ખેંચતી ગેંગનો પર્દાફાશ
ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, આ ગેંગ ખાસ કરીને પૂનમ અને બીજ જેવા ધાર્મિક અવસરોએ મંદિરોમાં ઉમટતી ભક્તજનોની ભીડને નિશાન બનાવતી હતી.
