ભુજમાં ઝિલઈ જમિયત એહલે હદીસ કચ્છના અમીર મૌલાના યુનુસ જામઈની અનુમતિ અને તેમની અધ્યક્ષતામાં સંમેલનનું આયોજન કરાયું હતું. શરૂઆત હાફિઝ અબ્દુલ અઝીઝ સુલેમાનની તિલાવત તથા યાસિર ઈસા નોડે અને અબ્દુલ હકીમ સમાની નાતથી કરાઈ હતી. જેમાં જમાતે એહલે હદીશ હિતરક્ષક સમિતિ બનાવવામાં આવી હતી. સમિતિના પ્રમુખ બનવા માટે કુલ 8 લોકોના નામ આવ્યા હતા. જેમાંથી એક નામ નક્કી કરવાની જવાબદારી જમીયતના અમીરભાઈને સર્વાનુમતે સોંપવામાં આવી હતી સાથે કચ્છ જિલ્લામાં જમાતના કુલ 9 ઝોનના અમીરોના મંતવ્યો પણ લેવાયા હતા. તમામ ઝોન અને જિલ્લા જમીયતના તમામ તાલુકાના હોદ્દેદારોની સર્વ સહમતી બાદ અમીરભાઈ દ્વારા હિતરક્ષક સમિતિના પ્રમુખ તરીકે કચ્છના પીઠ આગેવાન હાજી વહાબ ભચું મમણ ઉપર મોહર મારી હતી હજારોની સંખ્યામાં લોકોએ હાથ ઉંચો કરીને સહમતી આપી હતી. કાર્યક્રમ અધ્યક્ષ મોલાના યુનુસ જામઈ (અમીર)એ જણાવાયું હતું કે સમિતિ બધા ધર્મ અને જમાતો પંથોને સાથે લઈને ચાલશે. મોહસિન એ. હિંગોરજા એ વકફ અને SIR મુદ્દે જાગૃત થવા અપીલ કરી હતી. મૌલાના સુલેમાન મોહમ્મદીએ પડોશી રિસ્તેદારના હકો નિભાવા પર ભાર મૂક્યો હતો. ડો.તૌસીફ ઉમર સમાએ શિક્ષણ વિશે જાગૃત થવા હાકલ કરી હતી. અન્ય વક્તામાં અબ્દુલ ખાલિક મોહમ્મદી, મૌલાના બિલાલ જામઈ, મૌલાના ઈલયાસ સલફી, ગની હાજી જુસબ સમા, મહમદ એ. લાખા, મૌલાના હનીફ સલફી, ઉમર શેરમામદ સમાએ પણ શિક્ષણની બુનિયાદી સુંદીબાઓ પર વાતો કરી હતી. જ્યારે અતિથિ વિશેષ તરીકે હાજી ઝકરીયા જત, હાજી રાહેબ સુમરા, નિમરા ભાઈ સુમરા, હાજી અલાના હાજી હસન, રશીદ આમદ સમા, તૈયબ ઈભરામ સમા, રાશિદ ભાઈ મુન્દ્રા, વૈયલ ભાઈ નોડે, મુસા ભાઈ રાયસી, હાજી હાસમ નોડે, અમીર ફૈસલ મુતવા, ઈસા હાજી હુસેન મુતવા વગેરે મંચસ્થ રહ્યા હતા. જમીયત એહલે હદીસ હિત રક્ષક સમિતિ નામના સંગઠનની સર્વાનુમતે સ્થાપના કરાઈ હતી. જમિયત એહલે હદીસના પ્રથમવાર ઐતિહાસિક ઉદ્દેશ્ય સાથે એક વિશાળ જનસભાનું આયોજન જમીયતના અમીરની અધ્યક્ષતામાં કરાયું હતું. જેનો ઉદ્દેશ્ય સમાજમાં વિવિધ ક્ષેત્રે કાર્યરત સમાજના આગેવાનો, શૈક્ષણિક, આરોગ્ય ક્ષેત્રે કાર્યરત સામાજિક કાર્યકરો, અને સમાજના તમામ રાજકીય સામાજિક આગેવાનો દ્વારા મુસ્લિમ સમાજના વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ, બંધારણીય અધિકારો, સામાજિક સુરક્ષા અને સલામતી સહિતના મુદ્દા ઉપર વિવિધ ચર્ચા વિચારણા કરી સંગઠનની સ્થાપના કરાઈ હતી. સમસ્ત જમાતના યુવાનો સુલેમાન સુમાર મમણ, શોએબ સુલેમાન ગગડા, અનવર ચાકી, સલામ સમેજા, જુમા મામદ મમણ, મુબીન હિંગોરજા, બિલાલ સમા વગેરેએ જહેમત ઉઠાવી હતી.
ભુજમાં મુસ્લિમ સમાજની જનસભા યોજાઈ:મુસ્લિમ સમાજમાં માળખાકીય સુવિધા, બંધારણીય અધિકારો, સામાજિક સુરક્ષા સહિતના મુદ્દે ચર્ચા
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
