ભેસાણમાં ત્રણ ધોરીમાર્ગ ઉપર થયેલા ગેરકાયદે દબાણ દૂર કરતું તંત્ર

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized
  • રોડની મધ્યરેખાથી 1ર મીટર સુધી આવતા તમામ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવાયુ
  • લારી, ગલ્લા, ચાની કીટલી પણ હટાવવામાં આવી, ફરી દબાણ થશે તો તોડી પાડવાની ચિમકી
  • ધણા ખરા વેપારીઓએ સ્વેચ્છાએ દુકાન ઉપરના છાપરા દુર કરેલ હતા

ભેસાણ શહેર ના ત્રણ ધોરીમાર્ગો ઉપર થયેલી પેશકદમી માર્ગ અને મકાન વિભાગ દ્વારા આજે દૂર કરવામાં આવી હતી, તમામ વેપારીઓ અને લારી ,ગલ્લા વાળાઓને વહિવટી તંત્ર દ્વારા પંદર દિવસનો સમય આપવા આવ્યો હતો. અને નોટિસ પણ આપવા માં આવી હતી

ભેસાણના પરબ રોડ જુનાગઢ રોડ અને રાણપુર રોડ ઉપર માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્રણ ધોરી માર્ગો ઉપર વેપારીઓ એ જે દબાણો કરેલ હતા. તેને આજ દૂર કરવામાં આવેલ હતા. ધણા ખરા વેપારીઓએ સ્વેચ્છાએ દુકાન ઉપરના છાપરા દુર કરેલ હતા. આ તકે પ્રાંત અધિકારી કીર્તન બેન રાઠોડ ની સૂચના મુજબ અને જૂનાગઢ ના માર્ગ અને મકાન વિભાગ ના ઇન્ચાર્જ. નાયબ કાર્યપાલક ઈજનેર વિવેક ગોવસ્વામી તેમજ મામલતદાર એમ.આઇ.મલેક તેમજ તાલુકા વિકાસ અધિકારી ભાવસાર તેમજ બીલખા ના પી. એસ. આઇ. અને ભેસાણ ના ઇન્ચાર્જ.પી. એસ.આઇ. રાજેન્દ્ર સિંહ ચુડાસમા સહિત પોલીસ સ્ટાફ્ હાજર રહી તમામ અધિકારી ના સંકલન સાથે રહી ને આ કાર્યવાહી કરવામાં આવી હતી. જે લોકોએ દબાણ કર્યું હોય તેને તંત્ર દ્વારા બે દિવસ ની મુદત આપવાં માં આવી હતી અને બીજા દબાણો લારી/ગલા/તેમજ હોર્ડીગ્સ તેમજ નાની દીવાલો તથા ઓટા ઓ દૂર કરવા માં આવ્યા હતા અને તમામ વેપારી મિત્રો એ તંત્ર ને સાથ અને સહકાર આપ્યો હતો જેમાં ભેસાણ ના મુખ્ય ધોરીમાર્ગો માં ભેસાણ થી જૂનાગઢ જતો રસ્તો બીજો ભેસાણ થી મોટા કોટડા રસ્તો તેમજ ભેસાણ થી પરબ જતા રસ્તા પર નો દબાણો દૂર કરવા માં આવ્યા હતા જેની કામગીરી 60 ટકા જેવી પુરિકરી દેવામાં આવી હતી જે તમામ કામગીરી માં આર. એમ બી. વિભાગ ના કર્મચારી અને સ્ટાફ્ બે જેસીબી અને એક ડમફર સાથે કામગિરિ હાથ ધરાઇ હતી જેમાં ફરી વાર જો કોઈ દબાણ કરવા માં આવશે તો તંત્ર દ્વારા તોડી પાડવા આવશે તેની તમામ નુકસાની ની જવાબદારી જેતે વ્યક્તિ ની રહેશે.અને તંત્ર દ્વારા પાંચ દિવસ સતત મોનીટરીંગ કરવામાં આવશે, અને જો કોઈ દબાણ કરશે તો તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમ માર્ગ અને મકાન વિભાગ ના ઇજનેરે જણાવ્યું હતું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *