જિલ્લા ચૂંટણી તંત્રે 2002ની મતદાર યાદીમાં નામ શોધવા વધુ વિકલ્પ અપાયા છે. 140 સોસાયટીમાં સાંજે 4થી 7 વાગ્યે નોકરિયાત વર્ગ માટે ખાસ કેમ્પ યોજાશે. ચૂંટણી અધિકારીએ યુનિ.ઓના વીસી સાથે બેઠક યોજી હતી. યુથ વોલન્ટિયર્સને જોડવામાં આવશે. જિલ્લા કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ જણાવ્યું કે, ચાર દિવસ મેપિંગ અને મેચિંગના પ્રશ્નોને ધ્યાને રાખી શહેરી વિસ્તારોમાં ખાસ વ્યવસ્થા કરાઇ છે. નામ, બૂથ, સોસાયટી અને વિસ્તાર સરળતાથી શોધાય તે માટે સર્ચ ઓપ્શન સાથેની પીડીએફ અને ક્યુઆર કોડ્સ ઉપલબ્ધ કરાવાશે. 20-21 તારીખે 200 સોસાયટીઓમાં સાંજે કેમ્પ યોજાશે. નોકરીયાતો અને વેપારીઓ ઘરે આવે ત્યારે મેપિંગ, મેચિંગ તથા કલેક્શન પ્રક્રિયામાં સરળતા રહે તે માટે બીએલઓ સાથે વોલન્ટિયર્સ, શિક્ષકો, સરકારી કર્મી જોડાશે. શનિ-રવિવારે દરેક બૂથ પર કેમ્પ યોજાશે. શહેરમાં બીએલઓ સાથે સહાયકો નિયુક્ત કરાઇ રહ્યાં છે. વિવિધ યુનિ.ના વીસી સાથે બેઠક કરી યુથ વોલન્ટિયર્સ મતદારોને સ્થાન, મેપિંગ-મેચિંગ તથા ફોર્મ ભરવામાં સહાય પૂરી પાડે તેવી વ્યવસ્થા કરાઇ છે. મ.સ.યુનિ. સહિતના યુનિ.ના વોલેન્ટેરિયર્સને જોડાશે
જિલ્લા ચૂંટણી અધિકારીએ વિવિધ યુનિ.ના વીસી સાથે બેઠક યોજી યુથ વોલન્ટિયર્સ દ્વારા મતદારોને સ્થાન શોધવામાં, મેપિંગ-મેચિંગ પ્રક્રિયામાં તથા ફોર્મ ભરવામાં સહાય પૂરી પાડવા સૂચના અપાઇ છે. જેથી યુવાનોની ઊર્જાનો ઉપયોગ થઈ શકે. યુવા વિદ્યાર્થીઓ મતદારને નામ શોધવા, ફોર્મ ભરવા સહિતની પ્રક્રિયામાં મદદ કરશે. જે નાગરિકોના સર્ચમાં વિગતો ના મળે તેમણે શું કરવું
1 1987 પહેલાં જન્મ થયેલો હોય તો એક દસ્તાવેજ
2 1987 થી 2004 વચ્ચે જન્મ થયેલો હોય તો બે દસ્તાવેજ
3 2004 પછી જન્મ થયેલા માટે પોતાનું તથા માતા–પિતાના ત્રણ દસ્તાવેજોની વ્યવસ્થા રાખવી જરૂરી રહેશે.
4 દસ્તાવેજોની અછત હોય એવા નાગરિકોને ધ્યાનમાં રાખીને વીએમસી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વિશેષ દસ્તાવેજ સહાય કેમ્પો પણ યોજાશે.
5 જેમનું મેપિંગ સફળતાપૂર્વક થઈ ગયું છે તેમને કોઈ દસ્તાવેજ રજૂ કરવાની જરૂર રહેતી નથી. કલેક્ટર કચેરીથી બોલું છું કહી આચાર્યો પાસે હાજરી પત્રકના ફોટા મગાવાય છે
વડોદરા | સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન-2025 અંતર્ગત વડોદરા જિલ્લામાં 10 વિધાનસભામાં સરકારી સ્કૂલોના શિક્ષકો બીએલઓ તરીકે કામ કરી રહ્યા છે. જો કે બીએલઓની એપ બે દિવસથી બંધ હોવાથી ફોર્મ અપલોડ થઇ રહ્યા નથી. જ્યારે કલેક્ટર કચેરીમાંથી શાળાના આચાર્યો પાસે હાજરી પત્રકના ફોટા મંગાવાઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. સરકારી શાળાના શિક્ષકોએ 5થી વધુ ધક્કા ખાવા પડી રહ્યાં છે. જ્યારે જિલ્લા ચૂંટણી અધિકારીઓ આચાર્યો પાસે હાજરી પત્રકના ફોટા મગાવી રહ્યાં છે. કેટલા શિક્ષકો સ્કૂલમાં છે તેની વિગતો જાણવા ફોન કરી હાજરી પત્રકો મગાતા હોવાથી આચાર્યોમાં રોષ વ્યાપ્યો છે. સરનાં કામમાં શિક્ષકો અડધો સમય જ સ્કૂલોમાં જતા હોવાથી શિક્ષણને ગંભીર અસર પડી રહી છે. સરકારી સ્કૂલોમાં આ વખતે વિદ્યાર્થીઓનો કોર્સ પૂરો થાય તેવી કોઇ શકયતાઓ નથી.
મતદાર યાદી:SIRની યુવા ટીમ તૈયાર,નોકરિયાતોની યાદી માટે તંત્ર 200 સોસાયટીમાં જશે
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
