
India-EU Free Trade Agreement : ભારત-યુરોપિયન યુનિયન (EU) વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર વોશિંગ્ટન તરફથી પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બિઝનેસ પ્રમુખે કહ્યું કે, આ ડીલમાં ભારત સૌથી વધારે ફાયદામાં રહેશે. અમેરિકાના ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમિસન ગ્રીરે જણાવ્યું કે, ભારતને આ ડીલથી યુરોપમાં વધારે ‘માર્કેટ એક્સેસ’ મળશે.
ફોકસ બિઝનેસને આપેલા ઇન્ટરવ્યુમાં ગ્રીરે કહ્યું કે, “મને લાગે છે કે ભારત આ ડીલમાં ટોચ પર રહ્યું છે. ભારતને યુરોપમાં વધુ પ્રવેશ મળશે.
