'મમતા દીદીનું ઓછપવાળું રાજકારણ..', અજિત પવારના નિધન પર સવાલ ઉઠતાં CM ફડણવીસની તીખી પ્રતિક્રિયા

📅 Published: January 29, 2026 | 📂 Category: Uncategorized


Ajit Pawar Plane Crash News: બારામતી વિમાન દુર્ઘટનામાં અજિત પવારના નિધન પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની ટિપ્પણી પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની તીખી પ્રતિક્રિયા સામે આવી છે. દેવેન્દ્ર ફડણવીસે મમતા બેનરજી પર કોઈના મોત પર રાજકારણ કરનાર કહી લગાવેલા આરોપને દુર્ભાગ્યપૂર્ણ અને નિંદાપાત્ર ગણાવ્યા, કહ્યું આ સમય રાજકારણનો નહીં પણ દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ આપવાનો અને પરિવારને સાંત્વના પાઠવવાનો છે. 

‘ઓછપવાળું રાજકારણ’

CM દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, ‘ઘટના અત્યંત દુખદ છે, દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પર આ પ્રકારે ઓછપવાળું રાજકારણ થઈ રહ્યું છે. તેમણે યાદ અપાવ્યું કે વરિષ્ઠ નેતા શરદ પવાર પણ કહી ચૂક્યા છે કે આ માત્ર દુર્ઘટના જ હતી, જેમાં દુર્ભાગ્યપૂર્ણ રીતે લોકોનો જીવ ચાલ્યો ગયો.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *