
– કોડિંગ જેવી ટ્રેડિશનલ જોબ્સ અસ્તિત્વમાં જ નહીં હોય
– ‘કામ વિડીયો ગેમ રમવા જેટલું સરળ હશે, સોફા પર બેસીને જોયસ્ટિકથી કામ કરી શકશો’, ‘આપણે એઆઈ સાથે એવું ભવિષ્ય બનાવી શકીએ જ્યાં ગરીબીના આંકડા અપ્રસ્તુત હશે’ : મસ્ક
વોશિંગ્ટન: ઈલેક્ટ્રિક વ્હીકલ્સમાં ક્રાંતિ લાવનારી ટેસ્લા હોય કે પછી રિયુઝેબલ રોકેટ સાથે સ્પેસ ઈન્ડસ્ટ્રીમાં ક્રાંતિ લાવનારી સ્પેસએક્સ ઈલોન મસ્ક એવી કંપનીઓ બનાવવા જાણીતા છે, જે રેવોલ્યુશન લાવે છે. યુકેના પૂર્વ પીએમ રિશિ સુનક સાથે હાઈ-પ્રોફાઈલ વાતચીતમાં મસ્કે આગાહી કરીને ખળભળાટ મચાવ્યો છે. મસ્કે કહ્યું કે, આટફિશિયલ ઈન્ટેલિજન્સ જે સ્પીડે આગળ વધી રહ્યું છે તેને જોતા લાગી રહ્યું છે કે, થોડા સમયમાં કોડિંગ જેવી ટ્રેડિશનલ જોબ્સ અસ્તિત્વમાં જ નહીં હોય. એક એવો સમય આવશે જ્યારે કોઈ એઆઈ બધું કરી શકશે.
