- સુરતના કડોદરા ખાતે ભાજપનો કાર્યક્રમ
- ગુજરાતીઓને મફતની વસ્તુઓ ખપતી નથી
- મફલર પહેરે, ત્યારે જાણ થાય દિલ્હીમાં ઠંડી આવી રહી છે
સુરતના કડોદરા ખાતે જિલ્લા ભાજપનું ‘પેજ સમિતિ સંમેલન’ અને ‘વન ડે વન ડિસ્ટ્રીક્ટ’કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાઇક રેલી યોજી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પેજ સંમેલનમાં સભા સ્થળેથી સી.આર પાટીલે નામ લીધા વિના વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.
સીઆર પાટીલે કટાક્ષમાં કહ્યું હતું કે, ગુજરાતના લોકોને મફતની વસ્તુઓની આદત નથી. તેમણે નામ લીધા વિના કહ્યું કે, મહાઠગ આવી રહ્યો છે, લોકો સાવધાન રહે. મફતની વસ્તુઓ લઈને ગુજરાતનો કોઈ નાગરિક મત નથી આપવાનો.
જ્યારે ચૂંટણી આવે છે, ત્યારે કેટલીક પાર્ટીઓના નેતાઓ દેખાવા માંડે છે. નામ લીધા વિના તેમણે જણાવ્યું કે, જ્યારે મફલર પહેરવાનું શરૂ થાય, ત્યારે દિલ્હીમાં જાણ થઈ જાય છે કે, ઠંડી આવી રહી છે. આ વ્યક્તિ ઠગ નહીં મહાઠગ છે. તે ગુજરાતમાં મફતની વસ્તુઓ આપવાનો પ્રયાસ કરે છે.
જુઓ VIDEO:
મેં જાહેર મંચ પરથી પહેલા પણ કહ્યું હતું અને હવે ફરીથી કહું છું કે, ગુજરાતની પોતાની આગવી સંસ્કૃતિ છે. ગુજરાતી જ્યારે હાથ લંબાવે, ત્યારે તે કોઈ વસ્તુ માંગવા માટે નહીં, પરંતુ આપવા માટે લંબાવે છે. તેને મફતની વસ્તુઓ લેવામાં કોઈ રસ નથી. મફતની વસ્તુઓ માટે કોઈ ગુજરાતી વોટ નથી આપવાનો.
રાજકીય રીતે સુરત જિલ્લાની વાત કરી એ તો, 7 પેકી એક વિધાનસભા માંડવી કોંગ્રેસ પાસે છે. જ્યાં વર્ષોથી ભાજપ હારી રહ્યું છે, તો આ વખતે માંડવી ભાજપ મેળવશે એવો મત સી આર પાટીલે વ્યક્ત કર્યો હતો.
