
Gujarati Language Controversy In Maharashtra : મહારાષ્ટ્રમાં ગુજરાતી ભાષા મુદ્દે ફરી વિવાદ ઉભો થયો છે. પાલઘર શહેરમાં ગુજરાતી ભાષામાં એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસ અને શિવસેના UBTએ આ મુદ્દે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કરતા આરોપ લગાવ્યો છે કે, મહારાષ્ટ્ર પર ગુજરાતી ભાષા થોપવાના પ્રયાસો થઈ રહ્યા છે.
શું છે સમગ્ર વિવાદ?
પાલઘર જિલ્લા કલેક્ટરે 19 અને 20 જાન્યુઆરીએ માર્કસવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (માકપા) દ્વારા આયોજિત મોરચાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પ્રતિબંધ અંગેનો એક આદેશ જારી કર્યો છે.
