મહિલાઓની પ્રતિભાને પ્રોત્સાહન મળે તેવો પ્રયત્ન:સાવલી દશાદિશાવાળ વણિક યુવા મહિલા સમાજનું સ્નેહમિલન,મહિલાઓએ ડાન્સ-ગીત,શ્લોકો રજૂ કર્યા

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

સાવલી દશાદિશાવળ વણિક યુવા મહિલા સમાજ દ્વારા આજ રોજ હરણી રોડ પર આવેલ નાગેશ્વર મહાદેવ પાર્ટી પ્લોટ ખાતે સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના પ્રમુખ પ્રીતિ શાહ અને ઉપપ્રમુખ અમિતા મજમુન્દાર માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના સભ્યો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં સમાજના અંદાજે 35 જેટલા મહિલાઓ તેઓમાં છુપાયેલી પ્રતિભાઓ, કૃતિઓ અને કલાત્મક રજૂઆતો કરવામાં આવી હતી. સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમનું સુવ્યવસ્થિત સંચાલન લાયન્સ ક્લબના જયેશ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું . સમાજના સર્વાંગી વિકાસ અને બહેનોની પ્રતિભાને પ્રોત્સાહન મળે તે દિશામાં આ સ્નેહમિલન સમારોહ સફળ પુરવાર થયો હતો.કાર્યક્રમમાં 75 વર્ષના વૃદ્ધાએ કેરીઓક દ્વારા સુંદર ગીતની પ્રસ્તુતી કરી હતી. કાર્યક્રમમાં વણિક સમાજના પ્રમુખ સુનિલ શાહ, કોર્પોરેટર ડૉ. રાજેશ શાહ , તેમજ વિવિયના ગ્રુપના નિકેશ ચોકસી હાજર રહ્યા હતા. ભાસ્કર નોલેજ સરભાણ પટેલ પરિવાર દ્વારા 28મા સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કરાયું
સરભાણ પટેલ પરિવાર દ્વારા સતત 25 વર્ષથી આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજના લોકો એક-બીજાને ઓળખે તેવો છે. આ સાથે કાર્યક્રમમાં બાળકોને ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે. કાર્યક્રમમાં 250 પરિવારોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના લોકો અને મહિલાઓએ ખાસ હાજરી આપી હતી. જેમાં મહિલાઓએ હર્ષોઉલ્લાસ સાથે ભાગ લીધો હતો. 6 વર્ષની બાળકીએ ગીતા શ્લોક મોઢેે બોલ્યા
કાર્યક્રમમાં બાળકોથી માંડીને વૃદ્ધ મહિલાએ પોતાની પ્રતિભાઓ રજૂ કરી હતી. જેમાં પ્રાંતી તલાટી નામની માત્ર 6 વર્ષની બાળકીએ ગીતાના શ્લોક મોઠે બોલી લોકોને સંભાળાવ્યા હતા.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *