મહેસાણા શહેરમાં નોટબંધી બાદ હવે બેંકની બહાર ફરી એકવાર લાંબી લાઇનો જોવા મળી રહી છે, પરંતુ આ લાઇનો જૂની નોટો બદલવા માટે નહીં પણ રૂપિયા 10 અને 20ની નવી નોટો લેવા માટે લાગી છે. મહેસાણાની અર્બન બેંક આગળ લોકોને 10 અને 20 રૂપિયાની નવી ચલણી નોટો મેળવવા માટે કલાકો સુધી ઊભા રહેવા તૈયાર હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. નવી નોટો લેવા માટે લોકોની લાઈન લાગી
રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા દ્વારા બેંકોને કેમ્પનું આયોજન કરી નોટ વિતરણ કરવાની સૂચના આપવામાં આવી હતી. જેને પગલે અર્બન બેંક દ્વારા આ કેમ્પનું આયોજન કરાયું હતું. 10 રૂપિયાની નવી નોટો લેવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. 14 લાખ રૂપિયાની 10 રૂપિયાની નોટોનું વિતરણ
આ કેમ્પમાં બેંક દ્વારા કુલ 14 લાખ રૂપિયાની 10 રૂપિયાની નોટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ 2 રૂપિયા અને 5 રૂપિયાના કુલ 3 લાખ રૂપિયાના સિક્કાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. નવી નોટો અને સિક્કા મેળવવા માટે લોકોનો ઉત્સાહ જોવા જેવો હતો. ધી મહેસાણા કો-ઓપ. અર્બન બેંકના બ્રાન્ચ હેડ મુકેશ પટેલે જણાવ્યું કે, આરબીઆઈની સૂચના મુજબ ફ્રેશ નવી નોટોનું વિતરણ કરવા માટેની અમને આદેશ મળ્યો છે. તો ફ્રેશ નોટોનું એ લોકોએ જોગવાઈ કરી આપેલ છે અને અમે પબ્લિકમાં એના વિતરણ માટે એક કેમ્પનું આયોજન કર્યું છે. જે બેંકની આગળ આજે સવારથી જ 10 વાગ્યાથી રૂપિયા 20ના 10ના અને પરચૂરણ એના વિતરણ માટે આપણે કેમ્પનું આયોજન કર્યું છે.
મહેસાણામાં 10-20ની નવી નોટો લેવા બેન્ક બહાર લાઈન લાગી:કેમ્પ દ્વારા અત્યાર સુધીમાં 14 લાખ રૂપિયાની 10ની નોટોનું વિતરણ, લોકો કલાકો સુધી ઊભા રહ્યા
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
