
Bihar Politics: બિહારમાં નીતિશ કુમારના નવા રચાયેલા મંત્રીમંડળમાં એક ચોંકાવનારો રાજકીય દાવ જોવા મળ્યો છે. રાષ્ટ્રીય લોક મોરચા (RLM)ના વડા ઉપેન્દ્ર કુશવાહાએ પોતાના ચાલાક રાજકીય દાવપેચથી પક્ષ માટે માત્ર મંત્રીપદ જ નહીં, પણ વિધાન પરિષદના સભ્ય (MLC) બેઠક પણ સુનિશ્ચિત કરી દીધી છે. કુશવાહાના પુત્ર દીપક પ્રકાશ ધારાસભ્ય બન્યા વિના પણ સીધા મંત્રી બની ગયા છે.
પત્નીના સ્થાને પુત્રને મંત્રીપદ
મળતી માહિતી અનુસાર, ઉપેન્દ્ર કુશવાહાના પત્ની સ્નેહલતા જે સાસારામથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, તેમના નામની મંત્રી પદ માટે વિચારણા ચાલતી હતી.
