
Kanpur Girl Cut Off The Tongue Of A Molester: કાનપુરમાં એક માથાફરેલ પ્રેમીને યુવતીએ પાઠ ભણાવ્યો છે. ઘટના એમ છે કે, કાનપુરમાં એક યુવક ઘણા દિવસથી એક યુવતીનો પીછો કરી રહ્યો હતો અને એક દિવસ તેણે યુવતીને ખેતરમાં ઘેરીને તેને ચુંબન કરવા લાગ્યો. હવે અચાનક થયેલા આ હુમલાથી ખુદને બચાવવા માટે યુવતીએ યુવકની જીભ કાપી નાખી. હવે યુવતીએ જે પગલું ભર્યું તેની આખા શહેરમાં ચર્ચા થઈ રહી છે. આરોપી યુવક લોહીથી લથપથ હાલતમાં હોસ્પિટલ પહોંચ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
