- માધવપુર ઘેડમાં નવીનીકરણ માટે 38 કરોડની રકમ મંજૂર કરાઈ
- ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલા શૌચાલય પણ ખખડધજ
- માધવપુરને પ્રવાસન ક્ષેત્રે રાષ્ટ્રીય ફ્લક ઉપર લઇ જવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા
માધવપુરને પ્રવાસન ક્ષેત્રે રાષ્ટ્રીય ફ્લક ઉપર લઇ જવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. માધવરાયમંદિર, રૂક્ષ્મણી,બ્રહ્મકુંડ તથા દરિયાઈ ચોપાટી સહિતના પૌરાણિક સ્થાનોની કાયાપલટ કરવા માટેનો ગત વર્ષે એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા 38 કરોડની રકમ મંજૂર કરાઈ હતી પરંતુ હજુ સુધી માધવરાય મંદિર, રૂક્ષ્મણી મંદિર, બ્રહ્મકુંડનાં માત્ર નકશા જ બન્યા છે.યાત્રાધામ બોર્ડ દ્વારા પ્રક્રિયા શરુ કરવામાં આવી હોવાની મોટી જાહેરાત થતા લોકોને એવું લાગ્યું હતું કે હવે માધવપુરનો વિકાસ થશે પરંતુ કોઈ પણ પ્રકારની નક્કર કામગીરી હજુ સુધી થઇ નથી.
ભગવાન માધવરાય મંદિર રૂક્ષ્મણી મંદિરનાં ચોરી-માયરા,બ્રહ્મમકુંડ તથા માધવપુર દરિયાઈ ચોપાટી સહિતના સ્થળો સરકાર દ્વારા પ્રવાસન વિભાગમાં જોડવા માં આવ્યા છે છતાં હજુ સુધી કોઈપણ જાતનો વિકાસ કરવામાં આવ્યો નથી ફ્ક્ત નકશાઓ ફરતા કરવામા આવ્યા છે. માધવપુર નેશનલ હાઇવે ઉપર આવેલ મોટા જાપા, ગદા વાવ જાપા વિસ્તારમાં આખો દિવસ યાત્રાળુ અને લોકોની અવર જવર રહે છે છતાં પણ શૌચાલયની પણ સુવિધા હજુ સુધી કરવામાં આવી નથી.ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા શૌચાલય ખખડધજ હાલતમા જોવા મળી રહ્યા છે.
