મારમાર્યો:ગોધરામાં સાક્ષી રહેવા બાબતે એકને મારમાર્યો

📅 Published: November 17, 2025 | 📂 Category: Uncategorized

ગોધરા શહેરના ગોંદરા વિસ્તારમાં આવેલ ઇદગાહ મહોલ્લા વિસ્તારમાં રહેતા હસન અબ્દુલ હકીમ કારીગર 16 નવેમ્બરના રોજ સવારના અરસામાં ગોંદરા વિસ્તારમાં આવેલ મૈત્રી સર્કલ પાસે ગયા હતા. તે દરમ્યાન તારિક નૂર મોહમ્મદ મિસ્ત્રી અને શાહરૂખ એહમદ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે તારો ભાઈ સાક્ષીમાં કેમ રહ્યો છે તેમ જણાવીને અપશબ્દો બોલવા લાગ્યા હતા. જેથી હસન કારીગરે અપશબ્દો બોલવાની ના પાડતા તારિક મિસ્ત્રીએ ઉશ્કેરાઈ જઈને મોઢાના ભાગે મુક્કો માર્યો હતો તેમજ ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.આ અંગે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાઇ હતી.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *