માર્કેટિંગ યાર્ડ પાસે નજીવી બાબતે હુમલો:"તું અમારી બસ નો સમય કેમ બગાડે છે" એમ કહી ડ્રાઇવર પર ત્રણ શખસોનો હુમલો, ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

ભાવનગર જિલ્લાના ગઢડા તાલુકાના ગઢાળી ગામે રહેતા અને ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાન પર ભાવનગર શહેરના માર્કેટિંગ યાર્ડ નજીક ત્રણ શખ્સોએ લાકડી વડે હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઇજાગ્રસ્ત યુવાનને સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે યુવાને ત્રણેય હુમલાખોરો વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપીએ લાકડી રાખીને પીડિતને રસ્તા વચ્ચે અટકાવ્યો
આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકથી જાણવા મળતી વિગતો અનુસાર ગઢડા તાલુકાના ગઢાળી ગામે રામજી મંદિર પાસે રહેતા અને ભાવનગર શહેરમાં આવેલ કાજલ ટ્રાવેલ્સમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા વિજય બળવંતભાઈ ગોહિલ ઉંમર વર્ષ 46 એ પોલીસ સ્ટેશનમાં ખોડલ રાજ ટ્રાવેલ્સ વાળા ઘનશ્યામભાઈ સરવૈયાના પુત્ર છત્રપાલ ઉર્ફે સતુ વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગઈકાલે તે કાજલ ટ્રાવેલ્સની બસ લઈને માર્કેટિંગ યાર્ડ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે માર્કેટિંગ યાર્ડના ગેટ પાસે આરોપી છત્રપાલ ઉર્ફે સતુ એ લાકડી રાખીને તેને રસ્તા વચ્ચે અટકાવ્યો હતો. તું અમારી બસનો સમય કેમ બગાડે છે? કહી માર માર્યો
ગાળાગાળી કરી છત્રપાલે વિજયને કહ્યું હતું કે, તું અમારી બસનો સમય કેમ બગાડે છે? તેમ કહી વિજયનો કાઠલો ઝાલી બસમાંથી નીચે ઉતારી લાકડી વડે હુમલો કર્યો હતો અને માર મારી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. છત્રપાલની સાથે તેના બે મિત્રો પણ હતા. આ ઘટનામાં ઇજાગ્રસ્ત વિજયને સારવાર અર્થે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સારવાર દરમિયાન તેણે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં છત્રપાલ ઉર્ફે સતુ ઘનશ્યામભાઈ સરવૈયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *