
Stock Market News: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરના ટેરિફમાં 18 ટકા ઘટાડો કરવાની જાહેરાત કરી, જેના પરિણામે ભારતીય બજારમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો. મંગળવારે (ત્રીજી ફેબ્રુઆરી) ખુલતા જ સેન્સેક્સ 2,546 પોઈન્ટથી વધુ વધ્યો, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ પણ 724 પોઈન્ટ ઉછળ્યો.
BSEનું માર્કેટ કેપ 20 લાખ કરોડ રૂપિયા વધી ગયું
ટ્રેડ ડીલ પછી શેરબજારમાં આવેલી તેજી વચ્ચે શેરબજારમાં રોકાણકારોનો પણ સારો સમય રહ્યો. સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર ઉછાળાના કારણે, BSEનું માર્કેટ કેપ એક જ ઝટકામાં 20 લાખ કરોડ રૂપિયા વધી ગયું છે.
