માર્ગ સલામતી માસની ઉજવણીમાં વાહનો ફસાયા પીક અવર્સમાં અકોટા-દાંડિયાબજાર રોડ બંધ કરાતા ઠેરઠેર ચક્કાજામ

📅 Published: January 8, 2026 | 📂 Category: Uncategorized

વડોદરા, તા.8 વડોદરા શહેરમાં પીક અવર્સ દરમિયાન જ માર્ગ સલામતી માસના ઉદ્ધાટન સમારંભ માટે અકોટા-દાંડિયાબજાર રોડ બંધ કરાતા ઠેરઠેર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતાં. જેતલપુર રોડ પર એમ્બ્યુલન્સ પણ ફસાઇ ગઇ હતી.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસના ઉદ્ધાટન સમારંભનું આયોજન મેયર, ધારાસભ્યોની હાજરીમાં આજે દાંડિયાબજાર-અકોટા રોડ પર સાંજે ચાર વાગે કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન શહેરને મધ્યમાંથી પશ્ચિમ તરફને જોડતા મહત્વના રોડ પર ભારે ટ્રાફિક હોય છે. અને તેવા સમયે જ દાંડિયાબજારથી અકોટા સુધીનો રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *