માર માર્યો:હાલોલના પ્રેમલગ્નમાં સાક્ષી બનનારા યુવકને અપહરણ કરીને ઝાડ સાથે બાંધીને માર માર્યો

📅 Published: November 17, 2025 | 📂 Category: Uncategorized

હાલોલ તાલુકાના યુવક – યુવતીએ બે મહિના પહેલાં પ્રેમ લગ્નમાં સાક્ષી બનેલા યુવકને કાલોલના પીગળી ગામમાંથી બાઈક પર અપહરણ કરી યુવતીના કુટુંબના પાંચ ઈસમોએ ગામમાં લાવી ઝાડ સાથે બાંધીને મારી મારતાં પાંચેય ઈસમો વિરૂદ્ધ કાલોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. હાલોલના કાશીપુરાના સતીષભાઇ ચંદુભાઈ પરમારના કુટુંબી વિનોદભાઇ રયજીભાઇ પરમારે હાલોલના ત્રિકમપુરાના રાકેશભાઈ રણછોડભાઈ પરમારની પુત્રી હેતલ સાથે તા.15 સપ્ટે 2025ના રોજ પ્રેમ લગ્ન કર્યા હતા. જેમા સતિષે સાક્ષી તરીકે સહી કરી હતી. ત્યારે તા.13 નવે.ના રોજ સતિશ અને હેતલને વિનોદ બાઇક ઉપર હાલોલ બસસ્ટેશન સુધી મુકવા ગયો હતો. જેની જાણ યુવતીના ઘરના લોકોને થતાં યુવતીના કુટુંબીઓ ઘરે આવતા હોવાથી વિનોદના માતા પિતા કાલોલના મોટી પીંગળી ગામે આવતા રહ્યા હતા. બે દિવસ પહેલા સતિશ પણ કાશીપુરાથી પીગળી ખાતે આવ્યો હતો. ત્યારે તા.15 નવે.ના રોજ સાંજના સમયે સતિષ પીંગળીની અેક દુકાન પરથી ધરે જતો હતો. ત્યારે ત્રિકમપુરા ગામના 5 લોકો બે બાઇક ઉપર આવી સતિષને માર મારી યુવતી વિશે પુછપરછ કરી સતિષને બાઇક ઉપર બેસાડીને ખોડીયારપુરાથી મલાવ ચોકડી પાસેની નદી બાજુ લઇ જઇ મારમાર્યો હતો. અને ત્યાંથી ત્રિકમપુરા છોકરીના ધર પાસેના લીમડાના ઝાડ સાથે બાંધી છોકરી અંગે પુછપરછ કરી ધમકી આપતા હતા. જેની જાણ સતિષના કાકીને થતા કાકીએ 112ને જાણ કરતા પોલીસ આવતા 5 લોકો સતિષને મુકીને જતા રહ્યા હતા. ત્યાર બાદ અપહરણ કરનારા નિલેશભાઈ રણછોડભાઈ પરમાર, જીગરભાઈ હસમુખભાઈ પરમાર, સુનિલભાઈ રાવજીભાઈ પરમાર, ઇન્દ્રજીત ઉર્ફે મોન્ટુ અરવિદભાઈ પરમાર અને અનીલભાઈ દરથભાઈ પરમાર તમામ રહે.ત્રિકમપુરા, તા.હાલોલ વિરુધ્ધ કાલોલ પોલીસ મથકે સતિષે ગુનો નોંધાવ્યો હતો.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *