
Rajasthan Mid Day Meal Scam: રાજસ્થાન એન્ટી કરપ્શન બ્યુરોએ 2,000 કરોડના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડ મિડ ડે મિલ યોજના હેઠળ થયો હતો, જેમાં કોરોના મહામારી દરમિયાન જ્યારે તમામ સ્કૂલો બંધ હતી, તે સમયે પણ બાળકોને મિડ ડે મિલ આપવાની વાત સામે આવી છે.
આ મામલે ACB એ રાજસ્થાન સ્ટેટ કોઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન લિમિટેડ (CONFED), સેન્ટ્રલ વેરહાઉસ અને ઘણી ખાનગી કંપનીઓ સાથે સંકળાયેલા 21 નામાંકિત આરોપીઓ સામે FIR નોંધી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે અશોક ગેહલોત સરકારમાં પૂર્વ મંત્રી રહી ચૂકેલા અને હાલમાં ભાજપના નેતા રાજેન્દ્ર યાદવના પુત્ર અને તેમના સંબંધીઓના નામ આ કેસમાં સંડોવાયેલા છે.
