વડોદરા,મિત્રને ફેરવવા માટે આપેલી કાર બારોબાર ગીરવે મૂકી દેવામાં આવતા સિટિ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
યાકુતપુરા મદાર કોમ્પલેક્સમાં રહેતા ફૈયાઝહુસેન રફીકભાઇ શેખ પ્લાસ્ટિકનો વેપાર કરે છે. સિટિ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગત ૧૩ મી તારીખે મારા મિત્ર મુસ્તકીમ અબ્દુલભાઇ જેતારીયા (રહે. મહોમ્મદી ફળિયું, પાવાગઢ રોડ, હાલોલ, જિ.પંચમહાલ) મારા ઘરે આવ્યો હતો. તેણે મને કહ્યું કે, મારી દીકરીની તબિયત ખરાબ છે.
