મિરઝાપુરમાં યુવકના હત્યાના મામલે આરોપી પિતા-પુત્રની જામીન અરજી હાઇકોર્ટમાં ફગાવી દેવામાં આવી

📅 Published: February 16, 2026 | 📂 Category: Uncategorized

અમદાવાદ, રવિવાર

શહેરમા મિરઝાપુરમાં રહેતા બિલાલ બેલીમ નામની યુવકની હત્યાના મામલે અબ્દુલ  કરીમ પઠાણ અને મોહસીન પઠાણ, ઇમરાન પઠાણ અને વસીમ પઠાણ નામના તેના ત્રણ પુત્રોની શાહપુર પોલીસે ધરપકડ કરીને જેલ હવાલે કર્યા હતા. આરોપીઓએ ધંધાકીય અદાવત રાખીને બિલાલની અઢી વર્ષ પહેલા છરીના 40થી વધારે ઘા મારીને ગંભીર ઇજાઓ પહોંચાડીને હત્યા કરી હતી. મિરઝાપુરના ચકચારી કેસના આરોપીઓએ સાબરમતી જેલમાંથી ફરિયાદીને ફોન કરીને આડકતરી ધમકી આપીને સમાધાન માટે દબાણ કર્યું હતું. તેમજ કેટલાંક આરોપીઓએ જામીન પર છુટીને પણ મામલો બીચકાવવા માટે પ્રયાસ કર્યો હતો.

આમ,  આ કેસમાં તમામ આરોપીઓની જામીન અરજી સેશન્સ કોર્ટથી માંડીને ગુજરાત હાઇકોર્ટમાં અગાઉ અનેકવાર ના મંજૂર કરવામાં આવી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *