મીઠાપુરાની સ્વ.એચ.કે.ચાવડા શાળાને ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ત્રીજો ક્રમાંક:'પાણીનું શુદ્ધિકરણ' મોડેલથી ખેડા જિલ્લામાં શાળાએ મેળવી સિદ્ધિ

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના મીઠાપુરા સ્થિત સ્વ. એચ.કે. ચાવડા માધ્યમિક શાળાએ ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન 2025-26માં ત્રીજો ક્રમાંક મેળવી શાળા અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. શાળાએ ‘પાણીનું શુદ્ધિકરણ અને વ્યવસ્થાપન’ વિષય પર એક મોડેલ રજૂ કર્યું હતું. આ પ્રદર્શન જી.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, કઠલાલ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, નડિયાદ, ગોમતી શાળા વિકાસ સંકુલ (ઠાસરા) અને સંસ્થાન હાઈસ્કુલ, ડાકોરના ઉપક્રમે યોજાયું હતું. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં રાજ્યભરની શાળાઓએ ભાગ લીધો હતો. સ્વ. એચ.કે. ચાવડા માધ્યમિક શાળા, મીઠાપુરાના વિદ્યાર્થીઓએ પાણીના શુદ્ધિકરણ અને તેના કાર્યક્ષમ વ્યવસ્થાપન માટે એક અનોખો અને પ્રાયોગિક મોડેલ પ્રસ્તુત કર્યો હતો. આ મોડેલને નિર્ણાયકો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો, જેના પરિણામે શાળાને ત્રીજો સ્થાન પ્રાપ્ત થયું. આ સિદ્ધિ બદલ ગણિત-વિજ્ઞાનના શિક્ષક મયુરધ્વજસિંહ ચંદ્રસિંહ ચૌહાણ, આચાર્ય મુકેશકુમાર કરણસિંહ ચાવડા અને મોડેલ બનાવનાર બંને વિદ્યાર્થીઓ ચાવડા વિરાલસિંહ વિષ્ણુસિંહ અને ચાવડા તુષાલકુમાર રાજેન્દ્રસિંહને શાળા પરિવાર અને શાળા મંડળ દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *