
કચ્છના ભૂજપુરના કેતન દેઢિયાએ જીવ ગુમાવ્યો : ઘરમાં લાઈટની સ્વીચ ચાલુ કરતાં વિસ્ફોટઃ 30 બિલ્ડિંગના સંકુલના 250 ફલેટના કાચ તૂટયા
મુંબઇ : ડોમ્બિવલીમાં ઘરમાં ગેસ વિસ્ફોટ થતાં દાઝી ગયેલા મૂળ કચ્છના કેતન દેઢિયાનું સારવાર બાદ મોત નીપજ્યું હતું. કચ્છી જૈન ફાઉન્ડેશન દ્વારા દેસલે પાડામાં ૩૦ ઈમારતોની નવનીત નગર સોસાયટી બનાવાઈ છે. તેના ડબલ્યુ -510 ફલેટમાં ગયા સોમવારે રાતે લાઈટ ચાલુ કરવા સ્વીચ ઓન કરવાની સાથે જ ગેસ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટની અસર થી સમગ સંકુલની અનેક બિલ્ડિંગની બારીઓના કાચ તૂટયા હતા. વિસ્ફોટ બાદ ઘરમાં આગ લાગતાં 49 વર્ષીય કેતન હરીલાલ હંસરાજ દેઢિયા ગંભીર રીતે દાઝી ગયા હતા.
