
Mumbai Traffic Tunnel Network : મુંબઈમાં વધતા ટ્રાફિક જામની સમસ્યાનો ઉકેલ લાવવા માટે મહારાષ્ટ્ર સરકારે મહત્ત્વનો પ્રોજેક્ટ શરૂ કરી દીધો છે. પ્રોજેક્ટના પ્રસ્તાવ હેઠળ શહેરની નીચે એક વિશાળ ભૂગર્ભ ટનલ નેટવર્ક બનાવવામાં આવી રહ્યું છે. પ્રોજેક્ટની માહિતી આપનાર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેને પાતાળ લોક નામ આપ્યું છે.
આખા રાજ્યમાં ભૂગર્ભ ટનલ લાઈન બિછાવાશે : ફડણવીસ
ઈન્ડિયા ઈન્ટરનેશનલ મૂવમેન્ટ ટુ યુનાઈટેડ નેશન્સ (IIMUN)ના યૂથ કનેક્ટ કાર્યક્રમમાં ફડણવીસે કહ્યું કે, ભૂગર્ભ ટનલની લાઈન અનેક દિશાઓમાં અને આખા રાજ્યમાં ફેલાયેલી હશે.
