મુસાફરો પરેશાન:વેડછા સ્ટેશને ટ્રેનનું એન્જિન ફેલ, મુસાફરોનો બે કલાક રઝળપાટ

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

પશ્ચિમ રેલવેમાં નંદુરબારથી બોરીવલી જતી પેસેન્જર ટ્રેન નવસારીથી વેડછા પાસે આવતા અચાનક ટ્રેનનું એન્જિન ફેલ થતા સાંજે 8.30 વાગ્યા બાદ ત્યાંથી ઉપડી નહીં જેને લઇ મુસાફરો હેરાન થયા હતા. પશ્ચિમ રેલવેના વલસાડ ડિવિઝનમાં જાણ કરાતા મોડી સાંજે બીજું રેલવે એન્જિન મોકલવાની માહિતી મળી છે. નવસારી રેલવે સ્ટેશન પછી આવેલા વેડછા રેલવે સ્ટેશનમાં નંદુરબારથી બોરીવલી પેસેન્જર ટ્રેન પસાર થતા અચાનક ઉભી રહી હતી મુસાફરો ટ્રેન કેમ ન ઉપડી તે બાબતે પૂછપરછ કરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં ટ્રેનનું એન્જિન ફેલ થતા ટ્રેન ઊભી રહી હોવાની માહિતી મળી છે. સાંજે 8.30 કલાક બાદ ટ્રેન આગળ વધી ન હતી. જેને લઇ મુસાફરો અકળાયા હતા.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *