
Meghalaya Coal Mine Blast : મેઘાલયના પૂર્વ જયંતિયા હિલ્સ જિલ્લામાં આજે (5 ફેબ્રુઆરી) એક ગેરકાયદે કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ થયો છે. ઘટનામાં 16 શ્રમિકોના મોત અને અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. હાલ ઘટનાસ્થળે પુરજોશમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. પોલીસ મહાનિદેશક આઈ.નોંગરાંગે ઘટના અંગે માહિતી આપતા કહ્યું કે, ‘થાંગસ્કૂ વિસ્તારમાં આવેલી કોલસાની ખાણમાં સવારે વિસ્ફોટ થયો છે. બચાવ ટુકડી ફસાયેલા લોકોને શોધવા અને બહાર કાઢવા માટે કામગીરી કરી રહ્યા છે.
