
મુંબઈ : મેમરી ચીપની કિંમતોમાં વધારો થતાં આવનારા દિવસોમાં લેપટોપ, સ્માર્ટફોન, ટીવી જેવા ઈલેકટ્રોનિક સાધનોના ભાવમાં ૪થી ૮ ટકા જેટલો વધારો તોળાઈ રહ્યો છે. ગયા વર્ષના અંતિમ મહિનાઓમાં આ સાધનોના ભાવમાં ૨૦ ટકા સુધીનો વધારો થયો હતો.
આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ટેકનોલોજીમાં ચીપ્સના વ્યાપક વપરાશથી તાજેતરના દિવસોમાં તેની માગમાં વધારો થયો છે. આ વધારો સતત જોવા મળતો રહેશે એમ ઉદ્યોગના વર્તુળો જણાવી રહ્યા છે. વૈશ્વિક મેમરી માર્કેટ હાલમાં તેજીના તબક્કામાં છે.
