SOG એ મેમ્કોમાંથી મહિલા સહિત ત્રણ લોકોને 9.35 લાખ રૂપિયાના ગાંજા સાથે ઝડપી લીધા છે જ્યારે અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચે વિશાલા પાસેથી ખુલ્લા મેદાનમાંથી 1644 દારૂની બોટલ સાથે બે શખ્સની ધરપકડ કરી છે.બને મામલે ગુનો નોધી તપાસ કરવામાં આવી રહી છે. મહિલા સહિત ત્રણ 9.35 લાખના ગાંજા સાથે ઝડપાયા
એસઓજીના પીએસઆઈ આર. બી. તેલે બાતમીના આધારે મેમ્કો પાસેથી રિક્ષાને રોકી હતી જેમાથી એક મહિલા સહિત ત્રણ લોકો બેઠા હતા. એસઓજીએ તેમની અટકાયત કરી હતી અને બાદમાં અંગ ઝડતી લીધી હતી.મહિલાનું નામ રાજેશ્વરી હતુ જ્યારે યુવકના નામ સાહિલ અને ભાવેશ હતું. રાજેશ્વરી પાસે ત્રણ થેલા હતા જે ખોલી જોતા તેમા 9 પાર્સલ હતાં. પાર્સલ ખોલીને જોતા તેમા ભુખરા રંગની વનસ્પતિ હતી. શંકાના આધારે એસઓજીએ રિક્ષા ડ્રાઈવર, ભાવેશ, સાહિલ તેમજ રાજેશ્વરીની અટકાટત કરીને નજીકની પોલીસ ચોકીમાં લઈ ગયા હતા અને એફએસએલને જાણ કરી હતી. એફએસએલની ટીમ ઘટના સ્થળે આવી પહોચી હતી અને વનસ્પતિનું પરિક્ષણ કર્યુ હતું જેમા તે ગાંજો હોવાનું પુરવાર થયુ હતું. એસઓજીએ આ મામલે રાજેશ્વરી, ભાવેશ અને સાહિલની ધરપકડ કરી હતી. પુછપરછ દરમિયાન રાજેશ્વરીએ જણાવ્યુ છેકે ગાંજાનો જથ્થો મહારાષ્ટ્રના નંદુરબાર જીલ્લાના સિન્દખેડા તાલુકામાં આવેલા નરડાના ગામમાં રહેતીજ્યોતિ તમંચેએ આપ્યો હતો. આ ગાંજાનો જથ્થો રાજેશ્વરી કુબેરનગરમાં લાવીને વેચવાની હતી. હાલ એસઓજીએ રાજેશ્વરી, ભાવેશ, સાહિલ અને જ્યોતિ વિરૂદ્ધ ક્રાઈમ બ્રાંચમાં ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ક્રાઈમ બ્રાંચે લોડીંગ રિક્ષામાંથી 2.16 લાખ રૂપિયાનો દારૂ ઝડપ્યો
ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતીકે વેજલપુર વિશાલા બરફની ફેક્ટરી પાસે આવેલા ખુલ્લા મેદાનમાં એક લોડીંગ રીક્ષા પાર્ક થયેલી છે જેમાં લાખો રૂપિયાનો દારૂ છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમ ઘટના સ્થળે પહોચી ઘઈ હતી અને રિક્ષાને ખોલીને જોયુ હતું જેમાં 1644 દારૂની બોટલો મળી આવી હતી જેની કિંમત 2.16 લાખ રૂપિયા થાય છે. ક્રાઈમ બ્રાંન્ચે આ દારૂનો જથ્થો રાખનાર અકિલ ઈસ્માલ શેખ (રહે, નૂરે ઈલાહી ફ્લેટ, જુહાપુરા) અને અફતાબ ઉર્ફે આદિલ શેખ (રહે, જાવેદ રો-હાઉસ, જુહાપુરા)ની ધરપકડ કરી છે. આ દારૂનો જથ્થો બન્ને જણા ક્યાથી અને કોની પાસેથી લાવ્યા છે તે મામલે તપાસ શરૂ કરી છે.
મેમ્કોમાંથી ગાંજો અને વિશાલા પાસેથી દારૂનો જથ્થો ઝડપાયો:એસઓજીએ 9.35 લાખના ગાંજા સાથે 3ને ઝડપ્યા, ક્રાઈમ બ્રાંચે 2.16 લાખનો દારૂ પકડીને બે શખ્સને દબોચ્યા
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
