ભરૂચ જિલ્લામાં 21મીએ રાજયકક્ષાની મોકડ્રીલ યોજાશે. સવારે 8:30 વાગ્યે ઓએનજીસી દહેજ અને એલએનજી પેટ્રોનેટ દહેજમાં ભુકંપથી ઓઈલ લીકેજના કારણે આગ લાગવા અંગેની રાજ્યકક્ષાની મોક ડ્રીલ યોજાશે. મોકડ્રીલના આયોજન અંગે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા ના અધ્યક્ષસ્થાને ટેબલ ટોપ મોક એક્સરસાઈઝ બેઠક મળી હતી. જેમાં રાજયકક્ષાએ તેમજ દિલ્હીથી એનડીએમએના ઉચ્ચ અધિકારીઓ વર્ચ્યુઅલી જોડાયા હતા. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરએ એક્સરસાઈઝ અંગે વિવિધ સૂચનો કરી થયેલી તૈયારીઓ અંગે સમીક્ષા કરી હતી. ભરૂચ શહેર- જિલ્લામાં ફાયરના સંસાધનોની ઉપલબ્ધતા, કોઈ પણ દુર્ઘટના સમયે આસપાસની કંપનીઓ પાસેથી ઈમરજન્સી સાધનો મળી રહે, રાહત બચાવ માટે એમ્બ્યુલન્સો, પોલીસ, ઈમરજન્સી સમયે પાણીની ઉપલબ્ધતા તેમજ અન્ય વિભાગો સાથે મળીને જે તે વિભાગોને કરવાની થતી કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
મોકડ્રીલ:ભૂકંપથી ઓઇલ લીકેજની રાજયકક્ષાની મોકડ્રીલ યોજાશે
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
