
Dhrangadhra-Halvad MLA Trolled: ધ્રાંગધ્રા-હળવદ વિસ્તારના ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરાને સોશિયલ મીડિયા પર લાઈવ થવું ભારે પડ્યું છે. સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાનાર કાર્યક્રમની જાહેરાત કરવા માટે તેમણે જ્યારે વીડિયો લાઈવ કર્યો, ત્યારે કોમેન્ટ બોક્સમાં પોતાના મતવિસ્તારના લોકોએ રોડ-રસ્તા સહિતના સ્થાનિક પ્રશ્નો મુદ્દે તેમને ઉધડો લીધો હતો.
રાજકીય જાહેરાતને બદલે પ્રશ્નો પર ધ્યાન આપવા માંગ
મળતી માહિતી અનુસાર, સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ધારાસભ્ય પ્રકાશ વરમોરા સોશિયલ મીડિયા પર રાજકીય કાર્યક્રમની જાહેરાત કરવા આવ્યા હતા, પરંતુ મતદારોએ રાજકીય જાહેરાતને બદલે પોતાના વિસ્તારના મૂળભૂત પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કોમેન્ટ્સનો મારો ચલાવ્યો હતો.
