વડોદરા,શહેરમાં રખડતા ઢોરના કારણે અવારનવાર અકસ્માતો થાય છે. કેટલાક અકસ્માતોમાં નિર્દોષ નાગરિકોના જીવ જતા હોય છે.મોડીરાત્રે કેટલાક સ્થળોએ જાહેર રોડ પર જ ઢોર બેસી જતા હોઇ અકસ્માતનો સતત ભય રહે છે.
કોર્પોરેશન દ્વારા જાહેર રોડ પર છૂટ્ટા મૂકી દીધેલા ઢોર પકડવાની કામગીરી ફારસરૃપ પુરવાર થઇ રહી છે. ઢોર પાર્ટીનો સ્ટાફ મોટાભાગે દિવસે ઢોર પકડવા નીકળતો હોઇ હવે પશુમાલિકો રાત્રિના સમયે ઢોર છૂટ્ટા મૂકે છે.મોડીરાત્રે રોડ પર ઢોરના કારણે અકસ્માતો થાય છે.
