
Pariksha Pe Charcha 2026 : વર્તમાન સમયમાં બાળકોને મોબાઈલ અને ટીવી વગર બિલકુલ ચાલતું નથી. ઘણા બાળકો આખા દિવસ દરમિયાન અનેક કલાકો સુધી મોબાઈલ પર રહેતા હોય છે. ઘણા એવા પણ હોય છે, જેમને મોબાઈલ વગર જમવાનું ગળે ઉતરતું નથી. એકતરફ ટેકનોલોજી અને ગેજેટનો દુરુપયોગ અને સદઉપયોગ વધી ગયો છો, તો બીજીતરફ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની પણ બોલબાલા વધી ગઈ છે, ત્યારે આધુનિક યુગમાં સૌથી મોટો પડકાર એટલે કે ‘ટેકનોલોજી અને એઆઈ’ વિષય પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને મહત્ત્વનું માર્ગદર્શન આપ્યું છે.
PM મોદીની વિદ્યાર્થીઓને સલાહ
