મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:આતંકી ડો.ઉમરે કહ્યું, સુસાઇડ બોમ્બિંગ શહીદ થવાનું મિશન; VIDEO, રોહિણીએ કહ્યું- 'કિડની આપવાની વાત આવી તો દીકરો છૂમંતર', સાબરમતી જેલમાં 3 કેદીએ ISISના આતંકીને માર્યો

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યના નિવેદન વિશે હતા. તેમણે કહ્યું કે જ્યારે કિડની દાન કરવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે દીકરો ભાગી ગયો હતો. બીજા મોટા સમાચાર ભાસ્કરના પ્રશ્ન પર પીકે ઉશ્કેરાઈ ગયા તેના વિશે હતા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો રજૂ કરશે. 2. પ્રધાનમંત્રી મોદી આંધ્રપ્રદેશમાં સત્ય સાંઈ બાબાના શતાબ્દી સમારોહમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ તમિલનાડુ જશે. 📰 કાલના મોટા સમાચારો 1. આતંકી ડો.ઉમરે કહ્યું, સુસાઇડ બોમ્બિંગ શહીદ થવાનું મિશન, VIDEO:દિલ્હી બ્લાસ્ટ પહેલાં વીડિયો બનાવ્યો; દિલ્હીમાં ડ્રોનથી હુમલા કરવાનું આતંકવાદીઓનું કાવતરું હતું 10 નવેમ્બરે દિલ્હીના લાલ કિલ્લા પાસે આત્મઘાતી હુમલો કરનાર આતંકવાદી ડૉ. ઉમરનો એક નવો વીડિયો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આતંકવાદીએ વિસ્ફોટ પહેલાં આ વીડિયો શૂટ કર્યો હતો. એમાં તે આત્મઘાતી હુમલાની ચર્ચા કરે છે. આ વાતની પુષ્ટિ કરે છે કે તે અગાઉથી હુમલાનું આયોજન કરી રહ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 2. C:રોહિણીએ કહ્યું- ‘કિડની આપવાની વાત આવી તો દીકરો છૂમંતર’, જે લોકો લાલુના નામ પર કંઈક કરવા માગે છે, તેઓ જરૂરિયાતમંદોને કિડની દાન કરે લાલુ પરિવારમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે રોહિણી આચાર્યએ બીજો એક વીડિયો શેર કર્યો છે. તેમાં તે બિહારના એક પત્રકારને ફોન પર કહી રહી છે કે જ્યારે કિડની દાનની વાત આવી ત્યારે તેનો દીકરો ભાગી ગયો. રોહિણી આચાર્યએ લખ્યું: જે લોકો લાલુજીના નામે કંઈક કરવા માગે છે, તેમણે ખોટી સહાનુભૂતિ બતાવવાને બદલે, લાખો ગરીબ લોકોને જેઓ હોસ્પિટલોમાં છેલ્લા શ્વાસ ગણી રહ્યા છે અને જેમને કિડનીની જરૂર છે, તેમને પોતાની કિડની દાન કરવા આગળ આવવું જોઈએ, અને લાલુજીના નામે પોતાની કિડની દાન કરવી જોઈએ. તેમણે લખ્યું, જે લોકો પરિણીત પુત્રીને તેના પિતાને કિડની દાન કરવા બદલ દોષી ઠેરવે છે, તેમણે ખુલ્લા મંચ પર તેની સાથે ખુલ્લી ચર્ચા કરવાની હિંમત એકઠી કરવી જોઈએ. વાંચો સંપૂર્ણ સમાચાર 3. શાહે નક્કી કરી હતી નક્સલી હિડમાની ડેડલાઈન:76 CRPF જવાનની હત્યાનો માસ્ટરમાઇન્ડ અને 1 કરોડ ઈનામી નક્સલી ડેડલાઈનના 12 દિવસ પહેલાં જ માર્યો ગયો દેશના સૌથી ખતરનાક નક્સલવાદી કમાન્ડરોમાંના એક માધવી હિડમા મંગળવારે સવારે છત્તીસગઢ-આંધ્રપ્રદેશ સરહદ પર એક એન્કાઉન્ટરમાં માર્યો ગયો. તેની પત્ની રાજે ઉર્ફે રાજાક્કાને પણ ઠાર કરવામાં આવી. ન્યૂઝ એજન્સી ANIએ છત્તીસગઢ પોલીસને ટાંકીને આ વાતની પુષ્ટિ કરી. એજન્સીના અહેવાલો અનુસાર, ગૃહમંત્રી અમિત શાહે હિડમાને ખતમ કરવા માટે સુરક્ષા દળોને 30 નવેમ્બરની સમયમર્યાદા આપી હતી. ત્યાર બાદ આંધ્રપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણાની સરહદ પર સ્થિત પુલ્લાગંડીનાં ગાઢ જંગલોમાં સર્ચ-ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સમયમર્યાદાના 12 દિવસ પહેલાં આ ઓપરેશનમાં હિડમા માર્યો ગયો હતો. હિડમા છેલ્લા બે દાયકામાં 26થી વધુ મોટા નક્સલી હુમલાઓનો માસ્ટરમાઇન્ડ રહ્યો છે. આમાં 2010માં દાંતેવાડા હુમલો પણ સામેલ છે, જેમાં 76 CRPF સૈનિક શહીદ થયા હતા. તેણે 2013માં ઝીરામ ખીણમાં હુમલો અને 2021માં સુકમા-બીજાપુર હુમલામાં પણ ભૂમિકા ભજવી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 4. રિઝલ્ટમાં છેલ્લેથી ફર્સ્ટ આવ્યા, ભાસ્કરના સવાલ પર ભડક્યા:પીકે બોલ્યા, કોઈ ગુનો નથી કર્યો, મેં બિહાર બદલવાની વાત કરી, તમે તો મારું પોસ્ટમોર્ટમ કરી રહ્યા છો, વાતને આટલી ના પકડો બિહાર વિધાનસભા ચૂંટણીમાં હાર્યા બાદ મંગળવારે પ્રશાંત કિશોરે પહેલી પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. તેમણે હારની જવાબદારી લીધી, માફી માગી અને એક દિવસના મૌન ઉપવાસની જાહેરાત કરી. પ્રેસ-કોન્ફરન્સમાં ભાસ્કરના સવાલથી પીકે શરૂઆતમાં ચિડાઈ ગયા. તેમનો અવાજ અને બોલવાની રીત બદલાઈ ગઈ. પછી તેઓ વચ્ચેથી જ ઊભા થઈ ગયા, પરંતુ પછી મીડિયા સાથે વાતચીત શરૂ કરી. હકીકતમાં પ્રચાર દરમિયાન પીકેએ દાવો કર્યો હતો કે જો JDU 25થી વધુ બેઠકો જીતશે તો તેઓ રાજકારણ છોડી દેશે. જ્યારે એક પત્રકારે તેમને આ વિશે સવાલ કર્યો, ત્યારે તેમણે જવાબ આપ્યો, હું કોઈ એવું પદ સંભાળી રહ્યો નથી કે હું એને છોડી શકું. તમે મારી વાતને આટલી પકડી ન રાખો. આ પછી પ્રશાંત કિશોર બાકીની પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન પરેશાન દેખાયા. વાંચો સંપૂર્ણ સમાચાર 5. સોનું 1.22 લાખ પ્રતિ 10 ગ્રામ થયું:છેલ્લાં 3 દિવસમાં સોનામાં 4,374 રૂપિયા અને ચાંદીમાં 1,227 ઘટ્યા; ચાંદીનો કિલોનો ભાવ 1.54 લાખ રૂપિયા હાલ લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે આજે 18 નવેમ્બરના રોજ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, સોનાનો ભાવ ₹1,558 ઘટીને ₹1,21,366 પ્રતિ 10 ગ્રામ થયો હતો. અગાઉ, સોનાનો ભાવ ₹1,22,924 પ્રતિ 10 ગ્રામ હતો. અમદાવાદમાં આજે 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ₹123710 છે. આ દરમિયાન ત્રણ ટ્રેડિંગ દિવસોમાં સોનાનો ભાવ ₹5,188 ઘટ્યો હતો. ગુરુવાર, 13 નવેમ્બરના રોજ, સોનું ₹126,554 પર હતું. શુક્રવાર અને સોમવારે પણ સોનાના ભાવમાં ઘટાડો થયો હતો, જ્યારે શનિવાર અને રવિવારે બજાર બંધ હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 6. સાબરમતી જેલમાં 3 કેદીએ ISISના આતંકીને મારમાર્યો:આંખમાં ઈજા પહોંચતા અહેમદ સૈયદને સિવિલ લઈ જવાયો, બોલાચાલી થતાં મામલો બિચક્યો હતો ગત 9 નવેમ્બર 2025ના રોજ ગુજરાત ATSએ પકડેલા ISISના 3 આતંકીને સાબરમતી જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવ્યા છે. જ્યાં આતંકી અહેમદ સૈયદને આજે ત્રણ અન્ય કેદી સાથે માથાકૂટ થતા તેમણે અહેમદ સૈયદને માર માર્યો હતો. મારમારીના આ બનાવને લઈ જેલમાં પહોંચેલી પોલીસે તપાસ શરૂ કરી છે. કઈ બાબતે મારમારી થઈ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. કાચા કામની બેરેકમાં રહેલા ત્રણ આતંકી પૈકી અહેમદ સૈયદને અન્ય ત્રણ કેદી સાથે બોલાચાલી થઈ હતી. જે બાદ ઝઘડો થતાં આ ત્રણ કેદીઓએ અહેમદ સૈયદને માર માર્યો હતો. આ દરમિયાન આતંકીને આંખ તેમજ મોઢાના અને શરીરના અન્ય ભાગે ઇજા પહોંચી છે. જેને પગલે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. અહેમદ સૈયદનું નિવેદન નોંધીને ત્રણ અન્ય કેદી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. આબુમાં ઝીરો ડિગ્રી સાથે બર્ફીલો માહોલ; ગુજ્જુઓની ભીડ જામી:ગુજરાતમાં પહેલીવાર ઠંડીનો પારો 10 ડિગ્રી નીચે, નલિયાને પાછળ છોડી સિઝનમાં દાહોદ સૌથી ઠંડું શહેર ગુજરાતમાં હાલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આ સિઝનના સૌથી નીચા 9.9 ડિગ્રી તાપમાન સાથે દાહોદ ઠંડુગાર રહ્યું છે. રાજ્યમાં બીજા નંબરનું ઠંડું શહેર 10.5 ડિગ્રી સાથે નલિયા રહ્યું છે. ત્યારે ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના એકમાત્ર હિલસ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન શૂન્ય ડિગ્રીએ પહોંચી જતાં બર્ફીલો માહોલ જામ્યો છે. જ્યાં ગુજ્જુઓની ભીડ જામી છે અને ઠંડીની મજા માણતા જોવા મળ્યા છે. આબુમાં હોટલો અને પાર્કિંગમાં પાર્ક કરાયેલાં વાહનો પર બરફના થર જામી ગયા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : 25 નવેમ્બરે અયોધ્યામાં ઉત્સવ:મોદી રામ મંદિર પર અમદાવાદમાં બનેલી ધજા ફરકાવશે; ભાગવત, અમિતાભ, સચિન સહિત અનેક હસ્તીઓ હાજર રહેશે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : અમેરિકા સાઉદી અરેબિયાને F-35 જેટ વેચશે:એક વિમાનની કિંમત ₹900 કરોડ, મિડલ ઇસ્ટમાં ફક્ત ઇઝરાયલ પાસે જ આ પ્લેન વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ભાજપના પ્રેમ કુમાર બિહારના સ્પીકર બની શકે છે:સરકાર બનાવવા પર પેચ ફસાયા, શાહ કાલે પટનામાં CM નીતિશ સાથે મુલાકાત કરશે વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ટ્રમ્પ રશિયા સાથે વેપાર કરતા દેશો પર પ્રતિબંધો લાદશે:ટ્રમ્પે કહ્યું- કાયદો ઘડવામાં આવી રહ્યો છે, રશિયન ઓઈલ ખરીદનારાઓ પર 500% ટેરિફ લાગી શકે છે વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : કેન્દ્ર સરકાર, ED-CBI અને અનિલ અંબાણીને SCની નોટિસ:RCom છેતરપિંડીની તપાસ પર સવાલ, 3 અઠવાડિયામાં એજન્સીઓ પાસે સ્ટેટસ રિપોર્ટ માગ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : નીતિશ રેડ્ડી બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમનો ભાગ રહેશે:ગિલ ટીમ સાથે ગુવાહાટી જઈ શકે; પ્રેક્ટિસ સેશનમાં 6 ખેલાડીઓએ ભાગ લીધો વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : કારતક માસની અમાસ બે દિવસ રહેશે:19 નવેમ્બરે પૂર્વજો માટે ધૂપ-ધ્યાન કરો, 20 નવેમ્બરે દાન-દક્ષિણા માટે મોટો દિવસ વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 ખબર હટકે ડિલિવરી બોયએ 4 દિવસમાં 2 વાર કર્યા લગ્ન પ્રયાગરાજમાં, સ્વિગી ડિલિવરી બોય રાહુલે 4 દિવસમાં બે વાર લગ્ન કર્યા. તે તેની પહેલી પત્નીને શહેરમાં લઈ ગયો અને પછી ગામમાં બીજા લગ્ન કર્યા. આ બધુ એક વર્ષ સુધી ચાલુ રહ્યું. જ્યારે સત્ય બહાર આવ્યું, ત્યારે બંને પત્નીઓ પોલીસ સ્ટેશન ગઈ. પોલીસે FIR નોંધી અને આરોપીની ધરપકડ કરી. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. લક્ષાધિપતિ-2 : ધીરુભાઈ અંબાણીએ જૂનાગઢમાં ભજિયાંની લારી ચલાવી:મમ્મીએ ઠપકો આપતાં સીંગતેલ વેચ્યું ને કહ્યું- ‘તમે ચિંતા ના કરો, હું ઢગલામોઢે રૂપિયા કમાઈશ’, ત્રીજી પેઢી શું કરે છે? 2. એક જ સોસાયટીનાં પરિણીત પુરુષ અને મહિલા ગુમ થયાં:બન્નેએ પોતાની હત્યા અને આત્મહત્યા બતાવવા પ્લાનિંગ કર્યું, અફેરની શંકાએ તપાસ કરતાં મોટા ઘટસ્ફોટ થયા 3. ગ્રાઉન્ડ રિપોર્ટ : ‘મને એમ હતું કે ક્યાંક પાકિસ્તાન મોકલી દેશે તો?’:વન ડે વિથ BLO, લોકો કેવા-કેવા પ્રશ્નો લઇને જાય છે તેનું ઉદાહરણ જુઓ, ફોર્મ ભરવા માટે નોકરી પર રજા રાખી 4. ભાસ્કર એક્સપ્લેનર : જ્યારે 3000 ચીની સૈનિકનો સામનો કર્યો 120 બહાદુરોએ:એક ઈંચ પાછળ ન હટ્યા, મહિનાઓ પછી પણ પોઝિશન પર જામેલી લાશો મળી, રેઝાંગ-લા-યુદ્ધની કહાની 5. આજનું એક્સપ્લેનર:શું શેખ હસીનાને આશરો આપીને બાંગ્લાદેશ સાથે દુશ્મની લેશે ભારત; મોતની સજા પછી આગળ શું, 6 જરૂરી સવાલોના જવાબ 6. ગ્રાઉન્ડ રિપોર્ટ : ‘કત્લેઆમમાં મિત્રો ગુમાવ્યા-ડરમાં વીતી રાતો, હવે ન્યાય મળ્યો‘:વિદ્યાર્થી નેતા બોલ્યા, ફાંસીની સજા પણ ઓછી, હવે ભારત હસીનાને સોંપે 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊 માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ રાશિફળ બુધવારનું રાશિફળ:મિથુન રાશિના જાતકોને યોગ્ય દિશામાં પ્રયત્નોથી ચોક્કસ સફળતા મળશે. કન્યા જાતકોને ઘરમાં શાંતિપૂર્ણ માહોલ રહેશે વાંચો સંપૂર્ણ સમાચાર…


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *