મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:નીતિશ 25 વર્ષમાં 10મી વાર CM બનશે; અલ-ફલાહ યુનિવર્સિટીમાંથી 10 લોકો ગૂમ, પાકિસ્તાની નેતા બોલ્યા- બ્લાસ્ટ કરીને મોદીને પડકાર્યા

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર એક પાકિસ્તાની નેતાના નિવેદન વિશે હતા. તેમણે સ્વીકાર્યું કે પાકિસ્તાની આતંકવાદીઓએ દિલ્હી બોમ્બ વિસ્ફોટોને અંજામ આપ્યો હતો. જ્યારે, આજે નીતિશ કુમાર 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. RSS વડા મોહન ભાગવત મણિપુરની મુલાકાત લેશે. રાજ્યમાં વંશીય હિંસા પછી આ તેમનો પહેલો પ્રવાસ છે. 2. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છત્તીસગઢની મુલાકાત લેશે. તેઓ અંબિકાપુરમાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ સમારોહમાં હાજરી આપશે. 📰 કાલના મોટા સમાચારો 1. નીતિશનું રાજીનામું, કાલે 10મી વખત લેશે શપથ:ગાંધી મેદાનમાં સમારોહ, 2 મંચ, 150 મહેમાન; PM મોદી સહિત 11 રાજ્યોના CM સામેલ થશે નીતિશ કુમારે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. આવતીકાલે ગુરુવારે તેઓ 10મી વખત CM પદના શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ ગાંધી મેદાનમાં યોજાશે. સમારોહ માટે 2 મંચ બનાવવામાં આવ્યા છે. તેમાં PM મોદી સહિત 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ સામેલ થશે. સાથે જ 150 મહેમાનોને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ પહેલા બિહાર વિધાનમંડળના સેન્ટ્રલ હોલમાં નીતિશ કુમારને NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા. તે જ સમયે, સવારે 11 વાગ્યે પટનાના BJP કાર્યાલયમાં ધારાસભ્ય દળની બેઠક થઈ, જેમાં સમ્રાટ ચૌધરીને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. વિજય સિન્હાને વિધાનમંડળના ઉપનેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. એટલે કે સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા બંને ડેપ્યુટી CM હશે. જાણકારી મુજબ, નીતિશની સાથે-સાથે સમ્રાટ અને વિજય સિન્હા પણ ડેપ્યુટી CM તરીકેના શપથ લઈ શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. અલ ફલાહ યુનિવર્સિટીના 10 લોકો ગૂમ:દિલ્હી વિસ્ફોટો સાથે લિંક હોવાની શંકા; જૈશ અને આત્મઘાતી હુમલાઓ પાકિસ્તાન એપ. પર ફંડ માગે છે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટ બાદ, હરિયાણાના ફરીદાબાદમાં અલ ફલાહ યુનિવર્સિટી શંકાના દાયરામાં આવી છે. દિલ્હી વિસ્ફોટ પછી યુનિવર્સિટી સાથે સંકળાયેલા દસ લોકો ગુમ છે. તેમના ફોન પણ બંધ છે. એજન્સીને શંકા છે કે ગ્રાઉન્ડ વર્કર તરીકે કામ કરતા આ વ્યક્તિઓ વિસ્ફોટમાં સામેલ હોઈ શકે છે. દરમિયાન આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે ભારતમાં વધુ આત્મઘાતી હુમલાઓ માટે ભંડોળ એકત્ર કરવાનું શરૂ કર્યું છે. જૈશે દરેક પાસેથી 6,400 રૂપિયાની રકમનું ફંડ માગ્યું છે. આ પૈસા પાકિસ્તાની ઓનલાઈન પેમેન્ટ એપ દ્વારા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. આ પૈસાનો ઉપયોગ આતંકવાદીઓ માટે જૂતા અને કપડાં ખરીદવા માટે કરવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. પાકિસ્તાની નેતાએ કહ્યું – લાલ કિલ્લાથી કાશ્મીર સુધી હુમલા કર્યા:મેં મોદીને પણ પડકાર ફેંક્યો; બલુચિસ્તાનમાં લોહી વહેવડાવવાનું બંધ કરે ભારત પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ના ભૂતપૂર્વ વડા પ્રધાન ચૌધરી અનવરુલ હકે ભારતમાં આતંકવાદી હુમલાઓની કબૂલાત કરી છે. એક નિવેદનમાં, હકે સ્વીકાર્યું કે પાકિસ્તાની આતંકવાદીઓએ લાલ કિલ્લાથી લઈને કાશ્મીરના જંગલો સુધી ભારતને નિશાન બનાવ્યું છે. પીઓકે વિધાનસભામાં આપેલા નિવેદનમાં હકે કહ્યું, મેં પહેલેથી જ કહ્યું હતું કે જો ભારત બલુચિસ્તાનમાં લોહી વહેવડાવવાનું ચાલુ રાખશે, તો અમે લાલ કિલ્લાથી કાશ્મીરના જંગલો સુધી ભારત પર હુમલો કરીશું. થોડા દિવસો પછી આપણા શાહીનોએ ઘૂસીને હુમલો કર્યો, અને તેઓએ એટલી તાકાતથી હુમલો કર્યો કે મરનારાની સંખ્યા ગણી શકાય નથી. હકે કહ્યું કે પદ પર રહીને તેમણે નરેન્દ્ર મોદી અને ભારતમાં તેમની સરકારને પણ પડકાર ફેંક્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ભારત-પાકિસ્તાન યુદ્ધનો ફાયદો ઉઠાવવાનો ચીન પર આરોપ:યુએસ રિપોર્ટમાં દાવો- રાફેલના વેચાણને રોકવા માટે ખોટી AI તસવીરોનો ઉપયોગ કર્યો મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી લશ્કરી સંઘર્ષ પછી તરત જ ચીને ખોટા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને ખોટી માહિતી ફેલાવવાનું અભિયાન શરૂ કર્યું હતું, આ ખુલાસો એક યુએસ રિપોર્ટમાં થયો છે. યુએસ-ચાઈના ઈકોનોમિક એન્ડ સિક્યોરિટી રિવ્યુ કમિશને તેના વાર્ષિક રિપોર્ટમાં કહ્યું છે કે ચીને ભારત-પાકિસ્તાન સંઘર્ષનો ફાયદો ઉઠાવ્યો અને તેના શસ્ત્રોની ક્ષમતાઓ દર્શાવવાનો પ્રયાસ કર્યો. રિપોર્ટ મુજબ, ચીને ફ્રાન્સના રાફેલ ફાઇટર જેટના વેચાણને રોકવા અને તેના J-35 ફાઇટર પ્લેનનો પ્રચાર કરવા માટે ખોટા સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 5. રાહુલ ગાંધી વિરુદ્ધ 272 રિટાયર્ડ જજ-ઓફિસરોનો લેટર:કહ્યું- ECની છાપ બગાડી રહી છે કોંગ્રેસ; રાહુલ વોટ ચોરી પર 3 પ્રેસ કોન્ફરન્સ કરી ચૂક્યા છે બુધવારે દેશભરના 272 નિવૃત્ત જજ અને અમલદારોએ ચૂંટણી પંચની કથિત વોટ ચોરીની ટીકા કરતો એક ખુલ્લો લેટર બહાર પાડ્યો હતો. આ લેટરમાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષની ટીકા કરવામાં આવી હતી. આ લેટર પર 16 ભૂતપૂર્વ જજ, 123 નિવૃત્ત અમલદારો (14 ભૂતપૂર્વ રાજદૂતો સહિત) અને 133 નિવૃત્ત લશ્કરી અધિકારીઓ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ઓપન લેટરમાં, આ નિવૃત્ત જજ અને અમલદારોએ આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પંચ જેવી બંધારણીય સંસ્થાઓની વિશ્વસનીયતાને સતત નબળી પાડવાની કોશિશ કરી રહી છે. આનાથી દેશની લોકશાહી વ્યવસ્થામાં બિનજરૂરી અવિશ્વાસ ફેલાય છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. 50 લાખની લૂંટ થાય એ પહેલા જ 4 લૂંટારા દબોચાયા:અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને લૂંટ કરવાનું કાવતરું નિષ્ફળ, મહેસાણા LCBએ 2 પિસ્તોલ જપ્ત કરી મહેસાણા જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક કાર્યવાહીમાં અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે 50 લાખની ધાડ પાડવાના પૂર્વ-આયોજિત કાવતરાનો પર્દાફાશ કર્યો છે. કાવતરામાં સામેલ આઠ આરોપીઓ પૈકી ચાર શખ્સોને 2 પિસ્તોલ અને ચોરીના વાહન સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે વિસનગર તાલુકા પોલીસ મથકમાં તમામ સામે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણા LCB પોલીસ સ્ટાફ રાત્રિ પેટ્રોલિંગમાં હતો ત્યારે દુધ સાગર ડેરી આગળ PSI એમ. ડી. ડાભીની ટીમના ASI ડાહ્યાભાઇ ગણેશભાઇને ખાનગી બાતમી મળી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 7. નલિયા 10.5 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડુ:અમરેલીમાં 11.2, ગાંધીનગરમાં 12.2 ડિગ્રી તાપમાન નોંધાયું, રાજ્યમાં ઠંડીનો પારો વધ્યો હવામાન વિભાગ ગઈકાલે રાજ્યના મોટાભાગના શહેરોમાં રાત્રિના અને વહેલી સવારના તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, એટલે કે ઠંડીમાં વધારો થયો છે. સૌથી ઓછું ન્યૂનતમ તાપમાન નલિયા ખાતે 10.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ત્યારબાદ અમરેલીમાં 11.2 અને ગાંધીનગર જ્યાં ન્યૂનતમ તાપમાન 12.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વડોદરામાં 13.6 અમદાવાદમાં 14 ડિગ્રી સેલ્સિયસ ન્યૂનતમ તાપમાન નોંધાયું હતું. પોરબંદરમાં 13.1 ડિગ્રી સેલ્સિયસ અને રાજકોટ 12.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : ઐશ્વર્યા રાય PM મોદીને પગે લાગી:મોદીએ પણ સામે હાથ જોડ્યા; પુટ્ટપર્તિમાં સત્યસાંઈબાબાનો શતાબ્દી સમારોહ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : લોરેન્સના ભાઈ અનમોલને અમેરિકાથી ભારત લવાયો:પહેલી તસવીર સામે આવી; સલમાન ખાનના ઘરે ફાયરિંગનો આરોપ વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : રાજસ્થાનમાં રોયલ વેડિંગ, ડોનાલ્ડ ટ્રમ્પનો દીકરો સામેલ થશે:અમેરિકી બિઝનેસમેનના દીકરાના લગ્નમાં ઉદયપુર આવશે, 4 દિવસ લેક સિટીમાં રહેશે VVIP મૂવમેન્ટ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ભારતને Su-57 ફાઇટર જેટ આપવા રશિયા તૈયાર:ટેકનોલોજી પણ શરત વિના ટ્રાન્સફર કરવામાં આવશે; આ વિમાનો અમેરિકન F-35 જેટનો તોડ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : IT કંપની ઇન્ફોસિસ પાસે જરૂરિયાત કરતા વધારે રોકડ:એટલે જ 18,000 કરોડના શેર બાયબેક કરશે; આવતીકાલથી શરૂ થતું બાયબેક શું છે? વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : ભારતીય આર્ચર્સ ઢાકામાં 10 કલાક સુધી ફસાયા:હિંસા વચ્ચે સુરક્ષા વગર લોકલ બસમાં બેસાડી રાખ્યા; ખૂબ જ ખરાબ જગ્યાએ ઉતારો આપ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : ‘મહિનાઓમાં હું માગશર છું’:21 નવેમ્બરથી શ્રીકૃષ્ણનો પ્રિય મહિનો શરૂ; યમુના સ્નાન અને લક્ષ્મીજી સાથે શંખ પૂજાની પરંપરા વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 ખબર હટકે એક માણસે 3 કલાકમાં નોકરી છોડી દીધી એક માણસે જોડાયાના માત્ર 3 કલાક પછી તેની પહેલી નોકરી છોડી દીધી. તેણે રેડિટ પર શેર કર્યું કે કંપનીએ તેને પૂર્ણ-સમયની નોકરી ઓફર કરી હતી અને દાવો કર્યો હતો કે તે પાર્ટ-ટાઇમ કામ હતું. 9 કલાકના દિવસ માટે પગાર ફક્ત ₹12,000 હતો. સોશિયલ મીડિયા પર આ પોસ્ટ વાયરલ થયા પછી, કેટલાક લોકોએ તેના નિર્ણયની પ્રશંસા કરી, જ્યારે કેટલાક લોકોએ તેની ટીકા કરી. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. લક્ષાધિપતિ-3 : કરસનભાઈ પટેલે અમદાવાદમાં ઘેર-ઘેર ફરી પાઉડર વેચ્યો:1000 રૂપિયા ઉધાર લઈ નિરમા ઊભી કરી, વિદેશી કંપનીઓને ધોળા દિવસે તારા બતાવી દીધા 2. ગ્રાઉન્ડ રિપોર્ટ : મક્કા-મદીના કોરિડોર આટલો ખતરનાક કેમ, 45 ભારતીયો જીવતા સળગી ગયા:એકમાત્ર શોએબ કેવી રીતે જીવતો બચ્યો, એક પરિવારની 3 પેઢી સમાપ્ત 3. નાની ઉંમરમાં પિતા ગુમાવ્યા ને રોજમદાર મજૂર તરીકે નોકરી કરી:મહેનત અને ખંતથી RFO બની રિટાયર થયા, કાયમી નોકરી માટે અનોખી માનતા માની 4. મનડાં મોહી, બોક્સઓફિસ લૂંટ્યું!:’લાલો..’ ગુજરાતી સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની; ‘ગુજરાતીઓએ બે મહિનામાં ગુજરાતી મૂવી પાછળ 70 કરોડ ખર્ચ્યા’ 5. પરિવારે લાશ સ્વીકારી જેની અંતિમવિધિ કરી એ જીવતો મળ્યો:અમૃતસરની હોટલમાં પરિણીત પ્રેમિકા સાથે પોલીસે ઝડપ્યો, કોન્સ્ટેબલની સૂઝબૂઝથી ઉકેલાયો કેસ 6. ભાસ્કર એક્સક્લૂસિવ : પહેલા સરેન્ડરની ઓફર, પછી હિડમાને ઘેરીને મારી નાખ્યો:ઇનામી નક્સલીના એન્કાઉન્ટરની ઇનસાઇડ સ્ટોરી, આખરે કેવી રીતે ગ્રેહાઉન્ડના જાળમાં ફસાયો 7. આજનું એક્સપ્લેનર:ઇસ્લામમાં આત્મહત્યા હરામ, તો પછી મોટા ભાગના સુસાઇડ બોમ્બર મુસ્લિમ કેમ? ; કેવી રીતે થઈ એની શરૂઆત, સૌથી નાનો ફિદાયીન 4 વર્ષનો 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊 માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ રાશિફળ ગુરુવારનું રાશિફળ:સિંહ રાશિના લોકોને અધૂરા કાર્યોને પૂરા કરવા માટે ઉત્તમ દિવસ; તુલા જાતકોને શુભચિંતકની મદદથી કોઈ મહત્ત્વાકાંક્ષા પૂરી થશે વાંચો સંપૂર્ણ સમાચાર…


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *