
Kolkata Earthquake : મંગળવારે રાત્રે પડોશી દેશ મ્યાનમારમાં આવેલા શક્તિશાળી ભૂકંપના પગલે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે. રાત્રિના સમયે અચાનક ધરતી ધ્રૂજતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરો તથા બહુમાળી ઈમારતોમાંથી બહાર દોડી આવ્યા છે.
9:05 વાગ્યે 15 સેકન્ડ સુધી ધરા ધ્રૂજી
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર રાત્રે અંદાજે 9:05 કલાકે ભૂકંપનો અનુભવ થયો હતો. આ આંચકા લગભગ 10 થી 15 સેકન્ડ સુધી ચાલ્યા હતા.
