મ્યુ. કોર્પોરેશનમાં ખાલી પડેલી ૪૦ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરાશે

📅 Published: November 23, 2025 | 📂 Category: Uncategorized

મ્યુ. કોર્પોરેશનમાં મહેકમના અભાવના લીધે પ્રજાના ઢગલાબંધ કામો ઠેબે ચઢ્યા છે ત્યારે હવે વર્ગ-૧ અને વર્ગ-૨ની ખાલી પડેલી ૪૦ જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી રહી છે. આજે સામાન્ય સભામાં ભરતી પ્રક્રિયાની દરખાસ્ત રજૂ થવાની છે, જેમાં નિયમની વિસંગતતાના કારણે વિવાદ સર્જાયો છે.

ભરતી પ્રક્રિયાના નિયમો અનુસાર કોર્પોરેશનના વર્તમાન કર્મચારીઓ માટે ૮ વર્ષનો અનુભવ ફરજિયાત રાખવામાં આવ્યો છે, જ્યારે અન્ય ઉમેદવારો માટે ૫ વર્ષનો અનુભવ પૂરતો ગણાયો છે. અનુભવના માપદંડમાં જોવા મળેલી આ વિસંગતિને કારણે કોર્પોરેશનના કર્મચારીઓમાં અસંતોષ જોવા મળ્યો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *