રેલવેમાં મોટાભાગના લોકો મુસાફરી કરતા હોય છે. ત્યારે કલોલ–જુલાસણ રેલવે માર્ગ પર આવતા રેલવે ફાટક કામચલાઉ રીતે બંધ રહેશે. કલોલ જુલાસણ રેલવે માર્ગ પર આવતા રેલવે ફાટક નંબર 229 આગામી 21 નવેમ્બરના રોજ ઓવર હોલિંગ માટે બંધ રહેશે. પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન મુજબ, કિમી 754/15–17 વચ્ચે આવેલા આ ફાટક પર ઓવરહોલિંગ અને મશીન ટેમ્પિંગ જેવા સમારકામ અને જાળવણી જેવા કામગીરી કરવામાં આવશે. જેને કારણે આ ફાટક બંધ રહેશે. આ કામગીરીને કારણે સમગ્ર દિવસ દરમિયાન ફાટક બંધ રહેશે, અને રસ્તા વડે કરાતી અવરજવર અસરગ્રસ્ત બનશે. રેલ્વે વિભાગે રોડ વપરાશ કરી રહેલાઓ માટે વિકલ્પ તરીકે પાનસર–છત્રાલ માર્ગ પર આવેલ રોડ ઓવર બ્રિજ (ROB) નંબર 1026 ‘B’, કિમી 751/25–27 નો ઉપયોગ કરવા માટે જણાવવામાં આવ્યું છે.
યાત્રી કૃપયા ધ્યાન દે:કલોલ-જુલાસણ રેલવે ફાટક આગમી 21 નવેમ્બરે કામચલાઉ રીતે બંધ રહેશે
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
