
Bihar Political News : બિહારના પટનામાં રાષ્ટ્રીય જનતા દળ (RJD)ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં તેજસ્વી યાદવને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા છે. લાલૂ પ્રસાદ યાદવે પોતાની રાજકીય વિરાસત સત્તાવાર રીતે પુત્રને સોંપી દીધી છે, પરંતુ આ તાજપોશીની સાથે જ લાલૂ પરિવારનો આંતરિક કલહ સપાટી પર આવ્યો છે. તેજસ્વીના અધ્યક્ષ બનતાની સાથે જ મોટી બહેન રોહિણી આચાર્ય અને ભાઈ તેજ પ્રતાપ યાદવે મોરચો ખોલતા યાદવ પરિવાર બે ભાગમાં વહેંચાઈ ગયેલો જોવા મળી રહ્યો છે.
પાર્ટીમાં તેજસ્વીનું કદ વધ્યું
પક્ષની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણય મુજબ, તેજસ્વી યાદવને હવે RJDના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
