
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ તમામ ફેકલ્ટીઓના વિવિધ વિભાગોમાં નિયમિત હેડની નિમણૂકો કરવાનું શરુ કર્યું છે.જેના ભાગરુપે કોમર્સ ફેકલ્ટી સહિત વિવિધ ફેકલ્ટીઓમાં એક સપ્તાહમાં ૨૪ જેટલા નિયમિત હેડની વાઈસ ચાન્સેલર પ્રો.ભણગેએ નિમણૂક કરી છે.જે ફેકલ્ટીઓના વિવિધ વિભાગોમાં હેડની જગ્યાઓ ભરાઈ છે તેમાં સાયન્સ, હોમસાયન્સ, આર્ટસ, કોમર્સ, ટેકનોલોજી, પરફોર્મિંગ આર્ટસ, લો, મેનેજમેન્ટ, સોશ્યલ વર્ક, ફાર્મસી અને એજ્યુકેશન સાયકોલોજીનો સમાવેશ થાય છે.
