યુરોપ દેશો પર 10 ટકા ટેરિફનો સૌથી વધુ ફટકો યુકે તથા જર્મનીને પડશે

📅 Published: January 20, 2026 | 📂 Category: Uncategorized

મુંબઈ : ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકા દ્વારા યુરોપના આઠ દેશો પર ૧૦ ટકા ટેરિફ લાગુ કરવાની કરેલી જાહેરાતના અમલના કિસ્સામાં યુનાઈટેડ કિંગ્ડમ (યુકે) તથા જર્મનીને સૌથી મોટો ફટકો પડવાની શકયતા જોવાઈ રહી છે  જ્યારે નોર્ડિક દેશોને ખાસ અસર જોવા નહીં મળે.

 યુરોપ વિસ્તારમાંથી યુકે તથા જર્મની અમેરિકામાં સૌથી વધુ નિકાસ ધરાવે છે તેને ધ્યાનમાં રાખતા તેમની નિકાસ પર અસર પડશે જ્યારે  નોર્ડિક દેશો તરીકે ઓળખાતા ડેન્માર્ક, ફિનલેન્ડ, આઈસલેન્ડ, નોર્વે તથા સ્વીડનને ટેરિફની મોટી અસર નહીં થાય કારણ કે તેમણે અમેરિકા ખાતે તેમની નિકાસમાં ઘટાડો કર્યો છે, એમ સ્થાનિક વેપાર સુત્રોએ જણાવ્યું હતું.૨૦૨૪માં યુકેની કુલ નિકાસમાંથી ૧૪.૧૦ ટકા અને જર્મનીની કુલ નિકાસમાંથી ૧૦.૪૦ ટકા નિકાસ અમેરિકા ખાતે થઈ હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *