
શહેરના નવલખી મેદાનમાં બેઠલા પ્રેમી પંખીડાને કાયદાનો રોફ જમાવી પ્રેમીને માર મારી મોપેડ સળગાવી નાખવાના કેસમાં સંડોવાયેલ પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
ગઈ તા. ૭ નવેમ્બરે રાત્રે ડભોઈના મહમદપુરા ગામે રહેતો યુવક નવલખી મેદાનમાં મહિલા મિત્ર સાથે બેઠો હતો. તે સમયે બાઈક સવાર ત્રણ શખ્સો પૈકી એક શખ્સે પોલીસનું આઇકાર્ડ બતાવી હું પોલીસમાં છું કહી યુવક પાસે લાયસન્સ તથા ગાડીના કાગળો માગ્યા હતા, જે ન હોવાથી સમાધાનના બહાને યુવકને ડંડા વડે માર માર્યો હતો. યુવક પોતાનો બચાવ કરી નાસી છૂટયો હતો.
