આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતના યુવાનો પોતાની કલા થકી અનેકવાર ભારતનું નામ રોશન કર્યું છે ત્યારે ફરી એક વાર રાજકોટના યુવા ડાન્સરે ભારતનું નામ રોશન કર્યું છે. જેમાં વર્લ્ડ ઓફ ડાન્સ 2025 – લંડન સ્પર્ધામાં સોલો પરફોર્મર તરીકે કેયૂર વાઘેલાએ પોતાની કલાત્મક ક્ષમતા દર્શાવી વિશ્વભરના શ્રેષ્ઠ ડાન્સર્સ વચ્ચે ચોથું સ્થાન મેળવ્યું. તેમની ડાન્સ જર્નીની શરૂઆત ખૂબ નાની ઉંમરે થઈ હતી. 12 વર્ષના સંઘર્ષ બાદ આજે તે વિશ્વ મંચનો સ્ટાર બન્યો છે. 30 વર્ષીય યુવા ડાન્સરે અત્યાર સુધી 70થી વધુ એવોર્ડ પોતાના નામે કર્યા છે. જેમાં સ્વિટ્ઝર્લેન્ડ વેરિઅન્ટના ફાઈનલ સુધી પહોંચવાની સિદ્ધિ પણ સામેલ છે. એમ.બી.એ.ના અભ્યાસ સાથે ડાન્સના સ્વપ્નને ટકાવી રાખનાર આ યુવા ડાન્સરે તમામ યુવા કલાકારો માટે પ્રેરણા રૂપ બન્યો છે. તેઓ પહેલાથી જ “ડાન્સ દીવાના’ સિઝન 4 (યુકે ઓડિશન) જીતીને ચર્ચામાં આવ્યા હતા. આ પહેલા તેઓએ ગયા વર્ષે સ્વિત્ઝર્લેન્ડ ખાતે યોજાયેલ વર્લ્ડ ઓફ ડાન્સ 2024માં ભાગ લીધો હતો. જેમાં તેઓ ફાઇનલિસ્ટ બન્યા હતા અને બીજી વાર વધુ મહેનત કરી આ વખતે ચોથો ક્રમ મેળવ્યો છે.
યુવા ડાન્સર વધાર્યું રાજકોટનું ગૌરવ:આંતરરાષ્ટ્રીય મંચ પર રાજકોટના યુવા ડાન્સરનું ટોપ 4માં સ્થાન
📅 Published: November 20, 2025 |
📂 Category: Uncategorized
