રકતદાન શિબિરનું આયોજન:વલસાડ કોસંબાના રકતદાન શિબિરમાં 92 યુનિટ બ્લડ એકત્ર

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

વલસાડ તાલુકાના કોસંબા ગામે રવિવારના દિવસે નિસ્વાર્થ સેવા મંડળ કોસંબા દ્વારા દર વખતના જેમ આ વર્ષે પણ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ રકતદાન શિબિરમાં 92 યુનિટ બ્લડ એકત્ર થયુ હતું. નિ:સ્વાર્થ સેવા મંડળ અંતરનો આનંદ કોસંબા દ્વારા યોજાયેલા કેમ્પમાં રકતદાતાઓ સવારથી ઉમટી પડયાં હતાં. નિસ્વાર્થ સેવા મંડળ કોસંબા દ્વારા વર્ષ દરમિયાન વિવિધ સામાજિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.રકતદાન કેમ્પમાં મોટી સંખ્યામાં ગામના આગેવાનો હાજર રહ્યા હતાં. રકતદાતાઓને બિરદાવામાં આવ્યા હતાં.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *