
– રશિયાનાં ઉફા શહેરમાં મેડિકલ યુનિ. હોસ્ટેલમાં રહેતા ચાર ભારતીય વિદ્યાર્થીઓને આથી ગંભીર ઈજાઓ થઈ છે
નવી દિલ્હી : રશિયાનાં ઉફા શહેરમાં મેડિકલ યુનિવર્સિટી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ ઉપર થયેલા હુમલાથી રશિયન ફેડરેશન તંત્ર પણ આંચકો ખાઈ ગયું છે. આ હુમલાથી ૪ ભારતીય વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. અન્ય કેટલાયને ઓછી-વત્તી ઈજાઓ થઈ છે. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલે છે.
