
Russia-Ukraine War: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ (સીઝફાયર) લાવવાના પ્રયાસરૂપે કિવને મોકલેલા શાંતિ પ્રસ્તાવ પર યુરોપિયન દેશોએ ચિંતા વ્યક્ત કરી છે. આ પ્રસ્તાવ રશિયાના હિતોની નજીક હોવાનું મનાઈ રહ્યું છે, ત્યારે ટ્રમ્પે યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સકીને 27મી નવેમ્બર સુધીમાં આ પ્રસ્તાવ પર જવાબ આપવાની ડેડલાઈન આપી છે.
‘પ્રસ્તાવ અંતિમ નથી, પણ સંઘર્ષનો અંત લાવશું: ટ્રમ્પ
વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના નિર્ણયને અંતિમ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, ‘અમેરિકા કોઈપણ સંજોગોમાં સંઘર્ષનો અંત લાવશે અને યુક્રેન 27મી નવેમ્બર સુધીમાં જવાબ આપે તેવી અપેક્ષા છે.
