
– યુક્રેનનાં એનર્જી-ઈન્ફ્રાસ્ટ્રકચર ઉપર રશિયા સતત હુમલા કરી રહ્યું છે આમ છતાં શાંતિ મંત્રણાનો બીજો દોર ફલોરિડાના માયામીમાં યોજાવાનો છે
કીવ : પ્રમુખ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે અમેરિકાએ રશિયા અને યુક્રેન બંનેને યુદ્ધ બંધ કરવા માટે આ વર્ષના જૂનની આખરી સમય રેખા આપી છે. દરમિયાન અમેરિકા બંને દેશો ઉપર શાંતિ-મંત્રણામાં ભાગ લેવા દબાણ કરી રહ્યું છે. આમ છતાં રશિયા યુક્રેનના ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ઉપર હુમલા કરી રહ્યું છે તેથી યુક્રેનમાં વિદ્યુત પુરવઠો તૂટી રહ્યો છે.
પત્રકારો સાથેની વાતચીતમાં યુક્રેનના પ્રમુખે વધુમાં કહ્યું હતું કે શાંતિ મંત્રણાનો બીજો દોર અમેરિકાનાં ફલોરિડા રાજ્યનાં માયામીમાં યોજાવાનો છે, તે ત્રિપક્ષીય મંત્રણામાં યુક્રેન ભાગ લેશે.
