રાઇનું વાવેતર વધ્યું:મહેસાણામાં રવી સિઝનનું 30% વાવેતર પૂર્ણ

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

મહેસાણા જિલ્લામાં રવી સિઝનમાં 1,80,476 હેક્ટર જમીનમાં વાવેતરના અંદાજ સામે 55,695 હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર થઇ ચૂક્યું છે. એટલે કે અંદાજ સામે સિઝનનું 30.86% વાવેતર થયું છે. ગત વર્ષે 21400 હેક્ટરમાં થયેલા રાઇના વાવેતર સામે ચાલુ સાલે 21676 હેક્ટરમાં વાવેતર થયું છે. બહુચરાજીમાં 58.94% અને ખેરાલુમાં 58.24% વાવેતર અંદાજની સરખામણીમાં સૌથી વધુ વાવેતર થયું છે. જ્યારે વિજાપુર તાલુકામાં માત્ર 10.56% જ વાવેતર થયું છે, જે સૌથી ઓછું છે. મહેસાણા જિલ્લામાં અત્યાર સુધીમાં 55695 હેક્ટર થયેલા વાવેતરમાં પાક પ્રમાણે સ્થિતિ જોઇએ તો, અત્યાર સુધીની સિઝનમાં સૌથી વધુ 21676 હેક્ટરમાં રાઇના પાકનું વાવેતર થઇ ચૂક્યું છે. આ ઉપરાંત ઘઉંનું 11563, ઘાસચારાનું 10742, તમાકુનું 4291, શાકભાજીનું 2480, બટાટાનું 1176, અજમાનું 959, વરિયાળીનું 887, સવાનું 712, ચણાનું 501, લસણનું 319, મકાઇનું 197, ધાણાનું 94, ડુંગળીનું 38, મેથીનું 35, જીરૂનું 14 અને અન્ય પાકોનું 11 હેક્ટરમાં વાવેતર થયું છે. તાલુકાવાર વાવેતરની સ્થિતિ જોઇએ તો, બહુચરાજીમાં 9404 હેક્ટર સાથે સૌથી વધુ 58.94% વાવેતર થયું છે. આ ઉપરાંત ખેરાલુમાં 8276 હેક્ટર સાથે 58.24%, સતલાસણામાં 4541 હેક્ટર સાથે 44.55%, જોટાણામાં 3042 હેક્ટર સાથે 38.70%, વિસનગરમાં 7325 હેક્ટર સાથે 36.19%, ઊંઝામાં 3458 હેક્ટર સાથે 34.08%, વાવેતર થયું છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *