
ગુજરાતમાં 1988 પછી ઠંડીનો રેકોર્ડ કદિ તૂટયો નથી રાજ્યમાં સીઝનની સર્વાધિક ઠંડીના રેકોર્ડ જાન્યુઆરી માસમાં જ નોંધાતા રહ્યા છે : અમદાવાદમાં 1954માં : દ્વારકા, ભાવનગર, સુરતમાં 1929માં, કેશોદ, વડોદરા, પોરબંદરમાં 1962માં સર્વાધિક ઠંડી નોંધાઈ હતી
રાજકોટ, : ગુજરાતમાં હાલ સવારે કેટલાક સ્થળોએ ધ્રુજાવી દેતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે રાજ્યમાં મહત્તમ ઠંડી કેટલી પડી શકે? રાજકોટમાં ઈ.સ. 1935માં 16 જાન્યુઆરીએ -0.6 સે.તાપમાન નોંધાયું હતું જેને આજે બરાબર 90 વર્ષ પૂરા થયા છે.
